Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૧૭ કેસ આવ્યા

Files Photo

ગાંધીનગર, રાજ્યમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર ૧૭ કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ ૨૨ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં ૮,૧૪,૯૫૬ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૬ પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૫,૯૨,૭૦૮ દર્દીઓનું રસીકરણ થયું છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૭૯ એક્ટિવ કેસ છે.

જે પૈકી ૦૬ વેન્ટીલેટર પર છે. ૧૭૩ સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને ૮,૧૪,૯૫૬ નાગરિકો સાજા થઇ ચુક્યા છે. ૧૦,૦૭૮ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જાે કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ૫, વડોદરા કોર્પોરેશનમાં ૪, સુરત કોર્પોરેશનમાં ૪, અરવલ્લીમાં ૧, ભાવનગરમાં ૧, રાજકોટ કોર્પોરેશનમાં ૧ અને વડોદરામાં ૧ એમ કુલ ૧૭ કેસ નોંધાયા છે. જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૯ કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને ૪,૫૭૪ કર્મચારીને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧,૨૦,૭૩૫ નાગરિકોને રસીનો પ્રથમ અને ૭૧,૧૪૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષ સુધીના ૩,૫૬,૧૫૦ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૪૦,૦૬૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૫,૯૨,૭૦૮ કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં ૪,૧૨,૨૧,૬૧૮ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.