છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૧૪ કેસ આવ્યા
ગાંધીનગર, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૧૪ કેસ નોંધાયા છે અને સામે ૨૫ દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં કુલ ૫,૦૧,૮૪૫ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૫૦૬૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કુલ મૃત્યુઆંક ૧૦૦૭૯ નોંધાયો છે. એક્ટિવ કેસો ૧૭૧ છે જેમાં ૫ દર્દી વેન્ટિલેટર પર જ્યારે ૧૬૬ દર્દી સ્ટેબલ છે.
ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની વિગતો પર નજર કરીએ તો વડોદરામાં ૪, અમદાવાદમાં ૩ જ્યારે રાજકોટ અને સુરતમાં ૧-૧ કેસ નોંધાયો છે. આ સિવાય અમરેલી-ગાંધીનગરમાં ૧-૧ કેસ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોનાના ૨૪ કલાકમાં નવા ૨૫,૦૭૨ કેસ નોંધાયા છે, જ્યારે ૩૮૯ દર્દીઓના મોત થયા છે. નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓનો આંકડો લગભગ ૨૦ હજારનો મોટો છે. પાછલા ૨૪ કલાકમાં વધુ ૪૪,૧૫૭ દર્દીઓ સાજા થયા છે.
દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૩,૨૪,૪૯,૩૦૬ થઈ છે, કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો ૩,૧૬,૮૦,૬૨૬ પર પહોંચ્યો છે. વધુ ૩૮૯ મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૩૪,૭૫૬ થયો છે. દેશમાં નવા કેસ સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ફરી મોટી નોંધાતા એક્ટિવ કેસ ઘટીને ૩,૩૩,૯૨૪ પર પહોંચ્યા છે. પાછલા ૨૪ કલાકમાં વેક્સિનેશનના વધુ ૭,૯૫,૫૪૩ ડોઝ આપવામાં આવ્યા છે, જેની સાથે કુલ વેક્સીનેશન ડોઝનો આંકડો ૫૮,૨૫,૪૯,૫૯૫ પર પહોંચ્યો છે.SSS