છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૧૩ કેસ આવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોનાના નવા ૧૩ કેસ નોંધાયા છે. તો ૧૪ દર્દી સાજા થયા છે. અત્યાર સુધી ૮,૧૫,૧૪૦ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાંનો રિકવરી રેટ પણ ધીરે ધીરે સુધરી રહ્યો છે. ૯૮.૭૬ ટકાએ રિકવરી રેટ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ ૫,૧૩,૮૭૪ રસીના ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યું છે.
જાે કે ગુજરાતમાં ૨૯-૩૦ તારીખે (ઓગસ્ટ ૨૦૨૧) ના દિવસે તહેવાર હોવાના કારણે રસીકરણનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ થી કોરોનાનું રસીકરણ પુર્વવત ચાલુ રહેશે. જાે એક્ટિવ કેસની વાત કરએ તો હાલ ૧૫૫ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૪ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૫૧ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૫,૧૪૦ નાગરિકોને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ૧૦૦૮૧ નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.
આજે પણ કોરોનાને કારણે ૧ નાગરિકનું સુરતમાં મોત થયું છે. જાે રસીકરણની વાત કરીએ તો તે મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૨૩ વર્કરને પ્રથમ ડોઝ અને ૬૮૧૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૮૫૫૫૨ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને અને ૭૫૨૪૧ નાગરિકોને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. ૧૮-૪૫ વર્ષના ૨૬૫૪૯૯ નાગરિકોને રસીનો પ્રથમ અને ૮૦૭૪૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫,૧૩,૮૭૪ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. રાજ્યમાં કુલ ૪,૫૦,૩૭,૪૫૧ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS