છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૧૦ કેસ આવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના હવે લગભગ કાબુમાં આવી ગયો હોય તેવી સ્થિતિ થઇ છે. રાજ્યનાં આજે માત્ર ૧૦ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૪ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૧૫૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૪,૩૨,૦૩૯ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૧૫૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૪ લોકો વેન્ટિલેટર પર છે.
૧૪૭ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ૮,૧૫,૧૫૪ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૮૧ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૯ વર્કરને રસીનો પ્રથમ ડોઝ અને ૪૬૦૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વદારેની ઉંમરના ૭૩૨૧૧ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૫૨૬૬૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષ સુધીના ૨૨૭૪૫૦ નાગરિકોને રસીનો પ્રથમ અને ૭૪૦૯૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૪,૩૨,૦૩૯ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ ૪,૫૪,૬૯,૪૯૦ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS