Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૬૨ કેસ આવ્યા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસ હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. સાંજે ૫ વાગ્યે ૨,૯૯,૬૮૦ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ ૧૯થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે.

રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૪૯ ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૬૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યનાં ૧૯૪ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં ૮,૧૧,૪૯૧ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૩૩૩ કુલ દર્દીઓ સારવારરત્ત છે. જે પૈકી ૦૯ લોકો વેન્ટિલેટર પર છે. ૨૩૨૪ લોકો સ્ટેબલ છે. ૮૧૧૪૯૧ લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૭૧ લોકોના અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે ૦૨ લોકોનાં મોત નિપજ્યાં છે.

જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં ૨૨૫ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ જ્યારે ૮૩૨૧ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ થી વધારેની ઉંમરના ૫૧૨૯૮ લોકોને રસીનો પ્રથમ જ્યારે ૮૫૬૭૦ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. જ્યારે ૧૮-૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૪૮૪૮૬ લોકોએ રસીનો પ્રથમ અને ૫૬૮૦ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

આજના દિવસમાં કુલ ૨,૯૯,૬૮૦ લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૨,૭૧,૦૭,૪૦૫ લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.