Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૬૨ કેસ આવ્યા

Files Photo

ગાંધીનગર: ગુજરાતમાં હવે તબક્કાવાર કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૬૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં સાજા થવાનો દર પણ વધીને ૯૮.૬૦ ટકાએ પહોંચ્યો છે. આજે કોરોનાને કારણે ૫૩૪ દર્દીઓ સાજા થયાનું નોંધાયું છે. અત્યાર સુધી ૮,૧૨,૫૨૨લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત આજે કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

જાે એક્ટિવ કેસની વાત કરીએ તો ૧૪૯૭ કુલ કેસ છે. જે પૈકી ૦૯ લોકો વેન્ટીલેટર પર છે. ૧૪૮૮ લોકો સ્ટેબલ છે. ૮,૧૨,૫૨૨ લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૭૨ લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જાે કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. અત્રે નોંધનીય છે કે, સતત બીજા દિવસે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.

ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૫, સુરતમાં ૯ અને રાજકોટ-વડોદરામાં ૬-૬ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.