છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૩૯ કેસ આવ્યા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર ૩૯ કેસ જ નોંધાયા છે. રાજ્યમાં સાજા થવાના દર પણ ૯૮.૭૦ ટકાએ પહોંચ્યો છે. આજે કોરોનાને કારણે કુલ ૭૦ દર્દીઓ સાજા થયા અત્યાર સુધીમાં કુલ ૮,૧૩,૭૪૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાને મોરચે પણ સરકાર મક્કમતાથી લડી રહી છે. આજના દિવસમાં કુલ ૨,૭૩,૫૪૭ લોકોને રસી આપવામાં આવી છે.
જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ હાલ ૬૦૬ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જે પૈકી ૦૭ લોકો વેન્ટિલેટર પર છે. ૫૯૯ સ્ટેબલ છે. ૮,૧૩,૭૪૩ નાગરિકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. ૧૦૦૭૪ નાગરિકોનાં અત્યાર સુધી મોત નિપજ્યાં છે. જાે કે સારી બાબત છે કે કોરોનાને કારણે આજે એક પણ મોત નિપજ્યું નથી. એક પણ જિલ્લામાં ડબલ ડિજીટમાં કેસ આવ્યો નથી.
જાે રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૪૬ને રસીનો પ્રથમ અને ૧૧૩૭૨ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉમરના ૪૭૧૩૬ લોકોને રસીનો પ્રથમ અને ૭૦૪૧૪ લોકોને રસીનો બીજાે ડોઝ આપવામાં આવી ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના ૧૩૮૦૬૪ ને રસીનો પ્રથમ અને ૬૪૧૫ લોકોને રસીનો બીજાે ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આજના દિવસમાં કુલ ૨,૭૩,૫૪૭ લોકોનું આજના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. ૨,૯૦,૨૭,૮૦૪ લોકોનું અત્યાર સુધીમાં કુલ રસીકરણ થઇ ચુક્યું છે.