Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૨૪ કેસ આવ્યા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૨૪ નવા કેસ સામે આવ્યા છે. આજે ૭૪ દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી ૮,૧૩,૯૯૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ૯૮.૭૨ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં રસીકરણના મુદ્દે પણ સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. આજના દિવસમાં ૩,૯૨,૯૫૩ લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.

જાે રાજ્યમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૪૪૩ કેસ એક્ટિવ છે. જે પૈકી ૦૬ લોકો વેન્ટિલેટર પર છે. ૪૩૭ લોકો સ્ટેબલ છે. ૮,૧૩,૯૯૮ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. ૧૦૦૭૬ લોકોનાં મોત નિપજ્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં માત્ર ૫-૫ કેસ જ આવ્યા છે. જ્યારે ભરૂચ અને વડોદરા કોર્પોરેશનમાં ૩-૩ કેસ આવ્યા છે.

૨૬ જિલ્લામાં એક પણ કેસ નથી જ્યારે ૩ મહાનગર જામનગર, ભાવનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયો નથી. ૮ જિલ્લામાં ૧-૧ કેસ નોંધાયા છે. જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૩૪ને પ્રથમ અને ૧૩૮૦૮ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૯૦૬૭ ને પ્રથમ અને ૮૯૮૪૭ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના ૨૧૧૭૬૪ લોકોને પ્રથમ અને ૮૨૩૩ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.