Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૨૮ કેસ આવ્યા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૨૮ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે ૫૦ દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૧૦૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે રાજ્યમાં ૯૮.૭૩ ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે.

જાે રાજ્યમાં રહેલા એક્ટિવ દર્દીઓની વાત કરીએ રાજ્યમાં કુલ ૨૮૯ એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી ૦૫ લોકો વેન્ટીલેટર પર છે. ૩૮૪ લોકો સ્ટેબલ છે. ૮,૧૪,૧૦૯ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

૧૦૦૭૬ લોકોનાં અત્યાર સુધીમાં કુલ કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જાે કે સારા સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરતમાં ૫, વડોદરામાં ૯, આણંદમાં ૨, જુનાગઢમાં ૨ અને ગીરસોમનાથ, જામનગર, નવસારી, પોરબંદર, રાજકોટ, વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ૦ કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં ડીસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા ૫૦ છે. જેમાં વડોદરામાં ૬, અમદાવાદમાં ૨૧, સુરતમાં ૮, જામનગરમાં ૯ અને નવસારી, રાજકોટ, વલસાડ, અમરેલી, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ૧-૧ દર્દી ડીસ્ચાર્જ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.