Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૩૧ કેસ આવ્યા

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના ૩૧ નવા કેસ આવ્યા હતા. જ્યારે ૪૯ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં ૮,૧૪,૩૫૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૯૮.૭૪ ટકાએ પહોંચી છે. તો બીજી તરફ સરકાર રસીકરણનાં મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજે કુલ ૧,૭૫,૯૭૧ લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.

જાે એક્ટિવ દર્દીની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૧૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ વેન્ટીલેટર પર છે જ્યારે ૩૦૭ સ્ટેબલ છે. ૮,૧૪,૩૫૬ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. ૧૦૦૭૬ લોકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જાે કે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. જે ગુજરાત માટે રાહતનાં સમાચાર ગણી શકાય.

જાે રસીકરણની વાત કરીએ તો આજના દિવસમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સ પૈકી ૯૩ લોકોને રસીનો પ્રથમ અને ૪૭૨૮ ને બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૨૯૯૯ નાગરિકોને રસીનો પ્રથમ અને ૩૩૭૯૬ દર્દીઓને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષની ઉંમરના ૬૭૬૯૮ લોકોને રસીનો પ્રથમ અને ૪૬૬૫૭ લોકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૭૫,૯૭૧ લોકોને રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં ૩,૧૮,૦૬,૨૫૨ લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.