છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
ગાંધીનગર: રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૭૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના ૯૬ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં ૧૮૩ મી.મી. એટલે કે ૭ ઈચથી વધુ વરસાદ તથા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ૧૫૦ મી.મી. એટલે કે ૬ ઈંચ વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૧૨૮ મી.મી. અને સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ૧૨૪ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૯/૦૬/૨૦૨૧ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન મહેસાણા તાલુકામાં ૯૬ મી.મી., ઓલપાડમાં ૯૫ મી.મી., સુરત શહેરમાં ૯૩ મી.મી., સરસ્વતી તાલુકામાં ૯૨ મી.મી., બરવાળા તાલુકામાં ૯૧ મી.મી., જલાલપોર અને નવસારી તાલુકામાં ૮૮ મી.મી., પેટલાદ તાલુકામાં ૮૪ મી.મી., દાંતા તાલુકામાં ૮૧ મી.મી., રાધનપુર તાલુકામાં ૭૯ મી.મી., નેત્રંગ તાલુકામાં ૭૬ મી.મી. મળી કુલ ૧૧ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
જયારે ધંધુકા તાલુકામાં ૬૪ મી.મી., કરજણ તાલુકામાં ૬૨ મી.મી., પાટણ તાલુકામાં ૬૧ મી.મી., ચુડા અને વાપી તાલુકામાં ૫૯ મી.મી., બેચરાજી અને ઉમરગામ તાલુકામાં ૫૮ મી.મી., જાેટાણા તાલુકામાં ૫૭ મી.મી., ભુજ તાલુકામાં ૫૬ મી.મી., બોરસદ તાલુકામાં ૫૩ મી.મી., જૂનાગઢ તાલુકો અને જૂનાગઢ શહેરમાં ૫૧ મી.મી. મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ૨૮ તાલુકાઓમાં એક થી બે ઈંચ જેટલો જયારે અન્ય ૪૭ તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.