Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૬૯૫ કેસ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૬૯૫ કેસ નોંધાયા છે. જેની સામે ૨૧૨૨ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્‌ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૧ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૯૫૫ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૬.૯૮ ટકા છે. અત્યાર સુધીમાં ૧,૮૯,૧૪,૬૪૩ વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ ૨,૫૮,૭૯૭ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૧૧૩, સુરતમાં ૧૧૯, વડોદરામાં ૧૧૪, રાજકોટમાં ૫૧, જૂનાગઢમાં ૪૧, જામનગરમાં ૩૦, ગીર સોમનાથમાં ૨૩, આણંદમાં ૨૧, મહેસાણામાં ૧૯, ભરૂચમાં ૧૮, નવસારીમાં ૧૬, અમરેલી, પંચમહાલ, ગાંધીનગરમાં ૧૨-૧૨, કચ્છ, સાબરકાંઠામાં ૧૧-૧૧, વલસાડમાં ૧૦ સહિત કુલ ૬૯૫ કેસ નોંધાયા છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૧૧ દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં ૩, સુરતમાં ૩, જામનગરમાં ૨ જ્યારે વડોદરા, ભરુચ, અમરેલીમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં ૨૪૨, સુરતમાં ૧૭૮, વડોદરામાં ૫૪૧, રાજકોટમાં ૩૭, જામનગરમાં ૨૭૩, કચ્છમાં ૧૮૮, મહેસાણામાં ૮૧, જૂનાગઢ, વલસાડમાં ૫૧-૫૧, ગીર સોમનાથ, ભરુચમાં ૪૯-૪૯, નવસારીમાં ૪૭, અરવલ્લીમાં ૪૪ સહિત કુલ ૨૧૨૨ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ ૧૪૭૨૪ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૩૫૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૪૩૭૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૯૩૦૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.