Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૩૭ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૩૭ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૧ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૯૫૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે.

બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૭૫,૬૧૦ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૦૦ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૨૦૦ નાગરિકો સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૨,૧૩,૯૫૧ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૮, વડોદરા કોર્પોરેશનમાં ૯, અમદાવાદમાં ૩, ગાંધીનગર કોર્પોરેશનમાં ૨, આણંદ, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, મહેસાણા અને સુરત કોર્પોરેશનમાં ૧-૧ કેસ થઇને કુલ ૩૭ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૦૩૨ નાગરિકોને રસીનો પ્રથમ અને ૨૯૦૧૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૪૭૪ ને રસીનો પ્રથમ અને ૨૯૫૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૫૧૩૨ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો.

૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૧૨૧૫ ને રસીનો પ્રથમ અને ૧૫૭૮૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૭૫,૬૧૦ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૮,૯૧,૨૮૯ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.