છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨૨૮ કેસ નોંધાયા
અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના સંક્રમણના ૨૦૦થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨૮ કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા ૨૪ કલાકમાં એકપણ મોત થયું નથી. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં ૧૧૭ લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખ ૨૬ હજાર ૯૪૦ પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૯૪૬ લોકોના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૧૧૪ કેસ સામે આવ્યા છે. વડોદરામાં ૨૬, સુરતમાં ૨૦, રાજકોટમાં ૧૪, જામનગરમાં ૭, સુરત ગ્રામ્યમાં ૬, નવસારીમાં ૫, ભરૂચમાં ૪, ગાંધીનગર જિલ્લામાં ૮, વડોદરા ગ્રામ્ય ૪, આણંદ ૩, મહેસાણા ૩, વલસાડ ૩, અમદાવાદ ગ્રામ્ય ૨, અમરેલી ૨, કચ્છમાં ૨, મોરબીમાં ૨ કેસ સામે આવ્યા છે. તો ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયો છે.
ગુજરાતમાં નવા કેસ વધવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા ૧૧૦૨ પહોંચી ગઈ છે, જેમાં ૩ દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૧૨ લાખ ૧૪ હજાર ૮૯૨ લોકો સાજા થયા છે. તો કોરોનાથી અત્યાર સુધી ૧૦૯૪૬ લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૯.૦૨ ટકા છે.
ગુજરાતમાં આજે કોરોના વેક્સીનના ૮૫ હજાર ૭૩૮ ડોઝ આપવામાં આવ્યાં છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના ૧૧ કરોડ ૭ લાખ ૧૯ હજાર ૪૦૩ ડોઝ આપવામાં આવ્યાં છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝનો સમાવેશ થાય છે.ss3kp