છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૧,૨૨૫ નવા કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના રોજેરોજ ફૂંફાડા મારી રહ્યો હોય તેવી સ્થિતિ છે. તેવામાં રાજ્યમાં કોરોનાના રોજ નવા ૨૦ હજારથી પણ વધારે કેસ આવી રહ્યા છે. જાે કે આજે કોરોનાના કેસમાં આંશિક રાહત મળી હતી. રાજ્યમાં આજે ૨૧,૨૨૫ નવા કેસ નોંધાયા હતા. જે કાલની તુલનાએ ઓછા હતા. જેને આંશિક રાહત કહી શકાય. બીજી તરફ ૯૨૪૫ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૯૫,૭૩૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને ૯૮.૫૮ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રાજ્યના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૨,૧૦,૬૦૦રસીના ડોઝ અપાયા હતા.
આ ઉપરાંત એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૧૧૬૮૪૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૭૨ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૧૬૬૯૧ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત આજે ૮,૯૫,૭૩૦ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦૨૧૫ નાગરિકોનાં મોત પણ તઇ ચુક્યાં છે.
આજે કોરોનાને કારણે કુલ ૧૬ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં ૮, વડોદરા કોર્પોરેશન ૧, સુરત કોર્પોરેશન ૨, સુરત ૨, વડોદરા ૧, ખેડા ૧ અને ભાવનગરમાં ૧ નાગરિકનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ ૧૬ નાગરિકોનાં મોત થયા છે.
આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડીર હી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩૦ ને રસીનો પ્રથમ, ૪૫૯ વર્કરને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારીને ઉંમરના ૫૩૫૪ ને રસીનો પ્રથમ અને ૨૪૫૯૪ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૭૬૫૪ ને રસીનો પ્રથમ અને ૬૪૦૬૫ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના ૩૬૩૩૦ નાગરિકોને રસીના ડોઝ અપાયા હતા. ૫૨૧૧૪ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યા છે.SSS