છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૯૯૮ કેસ નોંધાયા: ૧૪ લોકોના મૃત્યુ
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાથી મોટી રાહત મળી છે. છેલ્લા ઘણા સમય બાદ નવા કેસની સંખ્યા ૧ હજારની નીચે આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૯૯૮ કેસ નોંધાયા છે. તો આ દરમિયાન ૧૪ લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર દરમિયાન ૨૪૫૪ લોકો સાજા થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ જિલ્લામાં કેસ નોંધાયા છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી ૧૧૯૫૨૯૫ લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી ૧૦૮૩૮ લોકોના મૃત્યુ થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખ ૧૭ હજાર ૩૨૮ થઈ ગઈ છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૩૬૬ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ વડોદરા શહેરમાં ૧૬૨, વડોદરા ગ્રામ્યમાં૪ ૯, સુરત શહેરમાં ૩૮, ગાંધીનગર શહેરાં ૩૬, સુરત ગ્રામ્યમાં ૩૫, રાજકોટ ગ્રામ્યમાં ૨૬, ભરૂચમાં ૨૨, બનાસકાંઠા ૨૦, રાજકોટ શહેર ૨૦, ખેડામાં ૧૯ અને તાપીમાં ૧૭ કેસ નોંધાયા છે. મોરબીમાં ૧૫ અને ગાંધીનગર ગ્રામ્યમાં ૧૫ કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા મૃત્યુ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં ૨, વડોદરા શહેરમાં ચાર, વડોદરા ગ્રામ્યમાં ૧, સુરત ગ્રામ્યમાં ૩, ગાંધીનગર શહેરમાં ૧, રાજકોટ શહેરમાં ૧,મોરબીમાં ૧, વલસાડમાં ૧, પંચમહાલમાં ૧, દ્વારકામાં ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૧૧૯૫ રહી હઈ છે. જેમાં ૭૭ દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી ૧૧૯૫૨૯૫ લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી ૧૦૮૩૮ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૯ ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના ૧૦ કરોડ ૧૧ લાખ ૮૨ હજાર ૪૦૯ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS