છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખ ૨૦ હજાર ૫૨૯ નવા કેસ
કોરોનાના નવા કેસો આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યા ૨ કરોડ ૮૬ લાખ ૯૪ હજાર ૮૭૯ થઈ ગઈ છે
નવી દિલ્હી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરની ગતિ હવે નબળી પડી હોય તેવું લાગે છે. કોરોનાનો ગ્રાફ ભલે નીચે આવી રહ્યો હોય પરંતુ ખતરો હજી પણ બાકી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧ લાખ ૨૦ હજાર ૫૨૯ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, છેલ્લા એક દિવસમાં કોરોનાથી ૩૩૮૦ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૨ કરોડ ૮૬ લાખ ૯૪ હજાર ૮૭૯ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૫ લાખ ૫૫ હજાર ૨૪૮ સક્રિય કેસ છે, જ્યારે ૨ કરોડ ૬૭ લાખ ૯૫ હજાર ૫૪૯ લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે.
દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી ૩ લાખ ૪૪ હજાર ૮૨ લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના ૧૪,૧૫૨ નવા કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૫૮,૦૫,૫૬૫ થઈ ગઈ. આ સિવાય વધુ ૨૮૯ દર્દીઓનાં મોત સાથે, મૃતકોની સંખ્યા વધીને ૯૮,૭૭૧ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સતત પાંચમાં દિવસે ચેપના ૨૦ હજારથી ઓછા કેસ નોંધાયા છે.
વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં વધુ ૨૦,૮૫૨ દર્દીઓ ચેપ મુક્ત થયા પછી, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૫૫,૦૭,૦૫૮ થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ૧,૯૬,૮૯૪ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧૨૦ કેસ નોંધાયા છે. જેની સામે ૩૩૯૮ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ ના કારણે ૧૬ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૯૦૬ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૬.૦૭ ટકા છે. અત્યાર ધીમાં ૧,૭૯,૧૪,૮૧૨ વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ ૨,૭૫,૧૩૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.