છેલ્લા ૨૪ કલાકમાં ૧.૧૫ લાખ નવા કેસ, મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona-3.jpg)
નવીદિલ્હી: કોરોના જે ઝડપથી દેશમાં વકરી રહ્યો છે તે જાેતા સ્થિતિ હવે કાબૂ બહાર લાગી રહી છે. કેન્દ્ર સરકાર માટે કોરોનાના કેસોમાં જાેવા મળી રહેલો ભયંકર વધારો મોટો પડકાર બન્યો છે. કોરોનાએ આજે તો દેશમાં તમામ રેકોર્ડ તોડ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૧,૧૫,૭૩૬ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧,૨૮,૦૧,૭૮૫ પર પહોંચી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૧,૧૫,૭૩૬ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧,૨૮,૦૧,૭૮૫ પર પહોંચી છે. જેમાંથી ૧,૧૭,૯૨,૧૩૫ લોકો રિકવર થયા છે. જ્યારે ૮,૪૩,૪૭૩ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ભારત હવે એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે. એક વિશ્લેષણ મુજબ કોવિડ-૧૯ની બીજી લહેર પહેલી લહેર કરતા વધુ ઘાતક સાબિત થઈ રહી છે. દેશમાં એક જ દિવસમાં ૬૩૦ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૬૬,૧૭૭ પર પહોંચ્યો છે. આ બધા વચ્ચે હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજાેશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કુલ ૮,૭૦,૭૭,૪૭૪ લોકોને રસી આપવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યાં કોરોનાના કેસમાં પૂરપાટ ઝડપે વધારો થઈ રહ્યો છે. ડો. હર્ષવર્ધને કોવિડ-૧૯ના વધતા કેસ માટે મોટા મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ખેડૂત આંદોલન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું એ સૌથી મોટું કારણ ગણાવ્યું. ડો.હર્ષવર્ધને સ્પષ્ટપણે કહ્યું કે દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને આ ૧૧ રાજ્યોમાં અચાનક કેસમાં ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ એ હતું કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દીધુ.
ડો.હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસથી ઠીક થવાનો દર ૯૨.૩૮ ટકા છે. દેશમાં વધતા કેસ છતાં મૃત્યુદર ૧.૩૦ ટકા પર છે. તેમણે કહ્યું કે સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય છત્તીસગઢમાં પોઝિટિવિટી રેટ ૨૦ ટકા અને ગ્રોથ રેટ ૮ ટકા છે. જ્યારે ૮૦ ટકા યુકે વેરિએન્ટ પંજાબમાં મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, અને પંજાબમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે.