છેલ્લા ૨૪ કલાકમાં ૪૨,૬૨૫ નવા કેસ, ૫૬૨ દર્દીઓનાં મોત
નવી દિલ્હી: દેશમાં કોરોનાના આંકડા ચિંતા વધારી રહ્યા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત ૪૦ હજાર ઉપર નોંધાઈ રહી છે અને મૃત્યુઆંક પણ ૫૦૦ની આસપાસ નોંધાઈ રહ્યો છે. બુધવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૨,૬૨૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૬૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૭,૬૯,૧૩૨ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૮,૫૨,૮૬,૫૭૦ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૯ લાખ ૩૩ હજાર ૨૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૬,૬૬૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪ ટકા છે.
હાલમાં ૪,૧૦,૩૫૩ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૫,૭૫૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૭,૩૧,૪૨,૩૦૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૮,૪૭,૫૧૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૭ કેસ નોંધાયા છે. જેની સામે ૨૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૬ થયો છે.
સાજા થવાનો દર ૯૮.૭૫ ટકા છે. અત્યાર સુધીમાં ૩,૪૪,૧૯,૫૮૮ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. મંગળવારે કુલ ૩,૪૩,૧૮૭ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં હાલમાં ફક્ત ૨૨૬ એક્ટિવ કેસ છે આ પૈકીના ૦૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ફક્ત રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૮,૧૪, ૬૩૭ કેસ ડિસ્ચાર્જ થઈ જશે. બીજી તરફ, મંગળવારે સૌથી વધુ ૩૯,૯૭૬ વ્યક્તિઓને અમદાવાદમાં રસી આપવામાં આવી છે. જ્યારે ત્યારબાદ સૌથી વધુ સુરત શહેરમાં ૨૬,૬૮૬ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. ત્યારબાદ આજે બનાસકાંઠામાં ૧૯૭૫૯ વ્યક્તિને રસી આપનવામાં આવી છે. સૌથી ઓછી ડાંગમાં ૮૯૦ વ્યક્તિને રસી આપવામાં આવી છે.