છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૧૬ નવા કેસ નોંધાયા, ૩૯૧ લોકોના મોત

નવીદિલ્હી, સરકારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૭૩,૬૭,૨૩૦ રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -૧૯ રસીકરણ કવરેજ ૧૨૫.૭૫ કરોડ (૧,૨૫, ૭૫,૦૫,૫૧૪) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.
સવારે ૭ વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ ૧,૩૦,૬૫,૭૭૩ સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-૧૯ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી ૩,૪૦,૪૫,૬૬૬ દર્દીઓ રિકવર થઇ ગયા છે અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૮,૬૧૨ દર્દીઓ રિકવર થયા છે.
આના કારણે એકંદરે રિકવર થવાનો દર ૯૮.૩૫% થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં દૈનિક ૯,૨૧૬ નવા કેસ નોંધાયા છે. ૧૫૯ દિવસથી સતત ૫૦,૦૦૦ કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસનું ભારણ ૫૪૭ દિવસ બાદ એક લાખથી ઓછું છે, હાલમાં ૯૯,૯૭૬ છે. હાલમાં એક્ટિવ કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના ૦.૨૯% છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી ઓછા છે.HS