છેલ્લા ૨૬ દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૮.૧૫ રૂપિયાનો વધારો
નવી દિલ્હી, સરકારી પેટ્રોલિય કંપનીઓએ આજે શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. સતત નવ દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી છે. છેલ્લા ૨૬ દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૮.૧૫ રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.
જ્યારે ડીઝલ ગત ૨૯ દિવસમાં ૯.૩૫ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. જાેકે, દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર તરફથી એક્સાઇ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદમાં અનેક રાજ્યોએ પણ વેટમાં ઘટાડો કરતા પેટ્રોલ-અને ડીઝલની કિંમત ઘટી હતી.
દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત ૧૦૩.૯૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર છે. એ જ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૦૯.૯૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૪.૧૪ રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતામાં પેટ્રોલ ૧૦૪.૬૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૭૯ રૂપિયા પ્રતિ લીટર? જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૧.૪૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૧.૪૩ રૂપિયા પ્રતિ લીટર છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે.
તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.SSS