છેલ્લા ૫ મહિનામાં કેરળમાં લગભગ ૩૦૦થી વધારે બાળકો પોસ્ટ કોવિડ કોમ્પલિકેશનથી સંક્રમિત

તિરૂવનંતપુરમ, દેશમાં કોરોના વાયરસનો આંકડો ફરી એક વખતે ૪૫ હજારને પાર છે જ્યારે મોતની સંખ્યા પણ વધવા લાગી છે. કોરોના વાયરસના વધતા આંકડાઓએ ચિંતા વધારી દીધી છે. કોરોના વાયરસથી સૌથી ખરાબ પરિસ્થિતિ કેરળની છે.
કેરળમાં રોજ ૩૦ હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ઊંડી અસર દેખાઈ રહી છે. અહીં બાળકો પણ વેરિયન્ટની ઝપેટમાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૫ મહિનામાં કેરળમાં લગભગ ૩૦૦થી વધારે બાળકો મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન એટલે કે એક પ્રકારના પોસ્ટ કોવિડ કોમ્પલિકેશનથી સંક્રમિત થયા.
તેમાં ચાર બાળકોના મોત પણ થઈ ગયા. આ સંક્રમણ રાજ્ય માટે એક નવી ચિંતાના રૂપમાં ઊભર્યું છે. કેરળના મુખ્યમંત્રી પીનારાઈ વિજયને વાલીઓને પોતાના બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રનના લક્ષણ દેખાવા પર તાત્કાલિક હૉસ્પિટલે જવા કે ચિકિત્સા સહાયતા લેવાની અપીલ કરી છે.
તેમણે કહ્યું કે આ બીમારીની સારવાર સંભવ છે પરંતુ નજરઅંદાજ કરવામાં આવશે તો એ મુશ્કેલ થઈ જશે. વિશેષજ્ઞોનું કહેવું માનીએ તો મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન એ બાળકોમાં પોસ્ટ કોવિડ બીમારી છે જેમાં કોરોના વાયરસથી સાજા થવાના ૩-૪ અઠવાડિયા બાદ તાવ, પેટમાં દુઃખાવો, આંખ લાલ થવા જેવા લક્ષણ સામે આવ્યા છે.
રાજ્ય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત બધા રાજ્યની વસ્તીમાંથી ૧૦ ટકામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સામેલ છે જ્યારે મોટા ભાગના મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન સંક્રમિત કેસ ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જાેવા મળ્યા છે. મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રનનો પહેલો કેસ આ વર્ષે માર્ચમાં તિરુવંતપુરમની સરકારી હૉસ્પિટલમાં જાેવા મળ્યો હતો. જાેકે કેરળમાં કોરોના વાયરસની ગતિ થોડી મંદ પડી છે.HS