Western Times News

Gujarati News

છોકરાએ એક જ પરિવારના ત્રણ સભ્યોને રહેંસી નાખ્યા

સુરત, શહેરનાં અમરોલી વિસ્તારમાં બે દિવસ પહેલાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

આ ત્રિપલ મર્ડર કેસની તપાસ કરી રહેલી પોલીસની તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ૧૭ વર્ષના આરોપી છોકરાએ ત્રણ મિનિટથી પણ ઓછા સમયમાં એક જ પરિવારના ત્રણેય સભ્યોને છરીના ઘા માર્યા હતા અને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ સગીર છોકરો અને તેના અન્ય સાથીદારને કારખાનાના માલિકે નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને બંનેએ પોત પોતાના રુપિયા ૩૫૦૦ના પગારની માગણી કરી હતી. આ પગાર ન ચૂકવતા આરોપીઓએ હુમલો કર્યો હતો.

૧૭ વર્ષીય આરોપી છોકરાને અને તેનો ૧૮ વર્ષીય મિત્ર આશિષ રાઉતને સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આરોપી આશિષ રાઉતને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે અને સગીર છોકરાને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે.

એમ્બ્રોઈડરી યુનિટના માલિક ૩૫ વર્ષીય કલ્પેશ ધોળકિયા, તેમના ૬૧ વર્ષીય પિતા ધનજીભાઈ અને તેમના ૫૧ વર્ષીય મામા ઘનશ્યામ રાજાેડિયાની હત્યામાં કથિત સંડોવણી બદલ પોલીસે સગીર છોકરો અને આશિષની ધરપકડ કરી હતી.

રવિવારે સવારે વેદાંત ટેક્સોમાં કારખાનમાં ત્રણેયની હત્યા થઈ હતી. જાે કે, આશિષ રાઉતના કેસની સુનાવણી નિયમિત કોર્ટ દ્વારા કરવામાં આવશે, જ્યારે સગીર છોકરાની સુનાવણી જુવેનાઈલ કોર્ટ દ્વારા કરવામાં આવશે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ દસેક દિવસ પહેલાં જ એમ્બ્રોઈડરીના કારખાનમાં નોકરીએ લાગ્યા હતા.

જ્યારે કલ્પેશ ધોળકિયા રવિવારની સવારે પોતાના કારખાનામાં આવ્યા ત્યારે આરોપી નોકરી પર સૂતો જાેવા મળ્યો હતો. જેથી તેઓએ તેને ઠપકો આપ્યો હતો અને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એ પછી આરોપીઓએ કારખાનામાં જેટલા દિવસો માટે કામ કર્યુ એના માટે પગારની માગણી કરી હતી. જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીઓએ દસેક દિવસના કામકાજ માટે રુપિયા ૩૫૦૦ માગ્યા હતા.

એ પછી તેઓ ઘરે ગયા અને એક કલાકમાં પાછા ફર્યા હતા. સગીર છોકરો છરી લઈને આવ્યો હતો અને આશિષ લોખંડનો સળિયો લઈને આવ્યો હતો, એવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સુરત વીવર્સ એસોસિએશને કોસાદ અને આસપાસના એકમોને બુધવારે એક દિવસ માટે બંધ રાખવાની હાકલ કરી છે. ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે.

અહીં આવેલા એકમોના માલિકો સાથે બેઠક યોજવામાં આવી હતી અને પછી એક દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જીઉછના અધ્યક્ષ વિજય માંગુકિયાએ જણાવ્યું કે, હત્યાની નિંદા કરવા માટે એકમો દ્વારા શાંતિપૂર્વકનું બધ પાળવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.