Western Times News

Gujarati News

છોકરીઓને ફોટો વાયરલની ધમક આપનારો ઝડપાયો

Files PHoto

આણંદ: સાયબર સેલે ફેક ફેસબપુક તેમજ સ્નેપચેટ આઈડી દ્વારા નાની ઉંમરની છોકરીઓ, યુવતીઓ અને મહિલાઓ સાથે મિત્રતા કેળવીને તેમના બિભત્સ ફોટોગ્રાફ પ્રસારીત કરવાની ધમકી આપી રુપિયા પડાવનાર ૨૯ વર્ષના ભેજાબાજને ઝડપી પાડવામાં આવ્યો છે. આણંદના ધુવારણનો રહેવાસી યુવક મિત્રતા કેળવ્યા બાદ તેમને વીડિયો કોલ પર આવવા કહેતો અને ત્યાં વાતોમાં ફોસલાવીને આ યુવતી અને મહિલાઓને કપડા ઉતારવા કહેતો.

જેનો વીડિયો તે રેકોર્ડ કરી લેતો હતો જે બાદ આ વીડિયો અને ફોટોના આધારે પોતાન શિકારને ધમકાવતો અને રુપિયા પડાવતો હતો. અહેવાલ મુજબ આ ભેજાબાજની કરતૂત ત્યારે સામે આવી જ્યારે એક ૧૯ વર્ષની યુવતીએ આણંદ પોલીસમાં તેના વિરુદ્ધ અરજી આપી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયાના મારફત તે જગદિશ સિંઘાના સંપર્કમાં આવી હતી અને ધીરે ધીરે બંનેએ એકબીજા સાથે ઓનલાઈન ચેટિંગ શરું કર્યું હતું. જે પછી એક દિવસ વીડિયો કોલમાં બંને વાત કરતાં હતા ત્યારે તેણે ઇમોશનલ બનીને તેને વીડિયોમાં કપડા ઉતારવા માટે મનાવી લીધી હતી.

જે બાદ તેણે આ વીડિયોના સ્ક્રીનશોર્ટ રેકોર્ડ કરી લીધા હતા. જેના આધારે તેણે રુ. ૫૦૦૦૦ ની માગણી કરી હતી. તેમજ ધમકી આપી હતી કે જાે તેની માગણી પૂરી નહીં કરવામાં આવે તો તે આ ફોટોઝને વાયરલ કરી દેશે. તેની ફરિયાદના આધારે પોલીસે સિંઘાની ધરપકડ કરી હતી જે આણંદના બોરસદનો રહેવાસી છે. પોલીસને ટેકનીકલ સોર્સના આધારે જાણવા મળ્યું હતું કે છોકરીઓ પાસે નાણા પડાવનાર યુવક જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવનાર છે.

તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તેનું નામ જગદીશ કેસરીસિંગ સિંઘા હોવાનું ખુલ્યું હતું. તેની સઘન પુછફરછ કરતા તે સોશિયલ મીડિયાના ફેક આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કેળવીને બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ મુજબ સિંઘા વિવાહિત છે, જાેકે તેને કોઈ બાળકો નથી. જ્યારે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેના ભોગ બનેલા મોટાભાગના લોકો આણંદના છે અને મોટાભાગની યુવતી ફોટોઝના આધારે સગીર હોય તેવું દેખાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.