Western Times News

Gujarati News

છોટાઉદેપુરમાં યુવક-યુવતીને થાંભલે બાંધી ક્રૂરતાથી ફટકાર્યા

છોટાઉદેપુર: જિલ્લામાં આદિવાસી પંથકમાં રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક પ્રેમી યુગલને દીકરીના પરિવાર જનો દ્વારા વીજળીના થાંભલે બાંધી માર મારતો વીડિઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાયરલ થયેલ વીડિઓ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં એકજ ગામમાં આડોશ પાડોશમા રહેતા છોકરા છોકરી એક બીજાના પ્રેમમાં હતા.

જે બે દિવસ પૂર્વે ઘરેથી જંગલમાં નાસી ગયા હતા. જેઓને યુવતીના પરિવાર જનોએ શોધી કાઢયા હતા. અને પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધી તાલિબાની સજા ફટકારી હતી. યુવતીના કાકાએ યુવાનને વિજપોલ સાથે બાંધી દીધો હતો, અને લાકડીથી ઘા માર્યા હતા, અને દીકરીને પણ બે રેહમી પૂર્વક માર મારતો વિડિઓ વાયરલ થયો હતો. ૧૫ જૂનના રોજ આ ઘટના બની હોય જે ઝડપથી વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે, આદિવાસી પથંકમાં લગ્ન પહેલા કોઈ પ્રેમમાં પડવાની ભૂલ કરે તો આવી તાલિબાની સજાઓ અપાય છે

આદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે, મા બાપની મરજી વિરુદ્ધ જાે કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ કોઈ દંડની રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જાે આમાં સમજૂતી ન થાય તો બે જૂથ વચ્ચે અથડામણો પણ થતી હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ પણ આવા કિસ્સા સામે આવી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ છોટાઉદેપુરના બીલવાટ ગામમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાને ઢોર માર માર્યો હતો. ૨૪ મે -૨૦૨૦ ના રોજ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી. જે તેના પરિવારજનોને પસંદ નહીં પડતા સગીરાને ૧૫ જેટલી લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો પણ વીડિયો વાઈરલ થયો હતો. સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી, જેને શોધી કાઢીને ઘરે લાવી યુવતીને જાહેરમાં લાકડીઓ અને ગડદા પાટુનો માર મારતો વીડિયો બહાર આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.