Western Times News

Gujarati News

છોટા ઉદેપુર નજીક માણાવાંટ ગામ નજીક દારૂ ભરેલી બોલેરો પલટીઃ ચાલકનું મોત

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પાનવડ પોલીસઃ 3.5 લાખનો દારૂ પકડાયો

છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.ભાભોર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.કાટકડની સુચના અને માર્ગદર્શન આધારે પ્રોહીબીશનની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા પાનવડ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એચ.એન.જામંગ તથા સ્ટાફના પોલીસ માણસો પાનવડ ખાતે હાજર હોય તેઓને માહિતી મળેલ કે માણાવાંટ ગામે એક બોલેરો ગાડી દારૂ ભરેલી હાલતમાં પલ્ટી ખાઇ ગયેલ છે.

જેવી હકિકત મળતા સમજ સુચકતા દાખવી પો.સ.ઇ. તથા પાનવડ પોલીસ સ્ટાફના માણસો બનાવ વાળી જગ્યાએ તુરંત પહોંચી જઇ ભારતીય બનાવટના વિદેશી દારૂનો તમામ મુદ્દામાલ ઝડપી પાડી ગાડીના ચાલક કેશુભાઇ ખજાનભાઇ રાઠવા રહે. નાખલ તા. કવાંટ જી. છોટાઉદેપુર નાનો મરણ ગયેલ હોય તેને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરી બોલેરો ગાડી નં.૦0-06-દ૫-1876 ની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂ ના પ્લાના હોલ નંગ-૩૦૦ કિ.રુ.૧,૨૩,૦૦૦/- સાથે ગાડી ની કી.રૂ.ર,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૩,૨૩,૦૦૦,/- મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.