છ માસમાં ૩૦ કરોડ લોકોને વેક્સિનનું લક્ષ્ય: હર્ષવર્ધન
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે હવે કોરોના વેક્સીન અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. દરેક વ્યક્તિ એ જાણવાના પ્રયાસમાં છે કે કોરોના વેક્સીન ક્યારે આવશે. લોકો એ પણ જાણવા માંગે છે કે સામાન્ય લોકો સુધી વેક્સીન કેવી રીતે પહોંચશે અને કયા લોકોને સૌથી પહેલા કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે.
આ તમામ સવાલો વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સાથે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનએ સવાલ પૂછ્યા છે. અમિતાભ બચ્ચને કોરોનાના આ કાળમાં ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓએ જે રીતે સેવા કરી છે તેના માટે સમગ્ર દેશ તેમને નમન કરે છે. આવા કોરોના યોદ્ધાઓ વિશે સરકાર શું કરવાની છે.
ડૉ. હર્ષવર્ધને કહ્યું હું સમજું છું કે જનતાએ પોતાના તરફથી કોરોના યોદ્ધાઓને દરેક પ્રકારનું સન્માન આપ્યું છે. હું હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે ઇનોવેટિવ એક્સપરિમેન્ટનું સ્મરણ કરું છું જ્યારે ૨૨ માર્ચે તેઓએ દેશના લોકોને કહ્યું હતું કે તેઓ સાંજે ૫ વાગ્યે ઘરથી બહાર આવીને પોતાના અંદાજમાં થાળી વગાડીને, તાળી વગાડીને દેશના કોરોના વોરિયર્સને સલામ કરે.
જ્યાં સુધી સરકારનો પ્રશ્ન છે તો અમે પ્રારંભિક સમયમાં દેશભરના તમામ કોવિડ વોરિયર્સ માટે વિચાર્યું અને કામ કરવાનું શશ્રૂ કરી દીધું હતું. તે મુજબ જો કોઈ કોરોના વોરિયરનું દુર્ભાગ્યથી મોત થયા છે તો તેના માટે ૫૦ લાખનો વીમો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૪૦૦થી ૫૦૦ આપણા કોવિડ વોરિયર્સ શહીદ થયા છે તેમાંથી અનેકના ઇન્શ્યોરન્સ ક્લેમ સેટલ થઈ ચૂક્યા છે અને ઘણા પ્રોસેસમાં છે.