Western Times News

Gujarati News

છ લાખ ગાડીઓના પ્રદુષણના બરોબર ગરમી વર્ષે વાયુમંડળમાં ભળે છે

મિથેન ગેસ લિકેજ ગ્રીન હાઉસ ગેસ વધવા માટે કારણઃ મિથેન ગેસનું પ્રમાણ હાલમાં વધી રહ્યુ છે ઃ દુનિયાના દેશો મંથનમાં વ્યસ્ત બનેલા છે

છ લાખ કારના પ્રદુષણ બરોબર ગરમી દર વર્ષે વાયુમંડળમાં ઉમેરાઇ રહી છે. અમેરિકામાં મિથેન ગેસ લિકેજને ગ્રીન હાઉસ ગેસ વધવા માટેના મુખ્ય કારણ તરીકે જાેવામાં આવે છે. જળવાયુ પરિવર્તનને રોકવા માટે વિશ્વના દેશો હાલના સમયમાં મથામણ કરી રહ્યા છે.

બીજી બાજુ જળવાયુ પરિવર્તનને રોકવા માટેની આડમાં ટ્રમ્પ વહીવટીતંત્ર ફરી એકવાર ઓબામા વહીવટી તંત્રના સમય પર બનેલા પર્યાવરણ સંબંધી નિયમોમાં ફેરફાર કરવા માટે વિચારણા કરે છે. હાલમાં જ ટ્રમ્પની સહયોગી વહીવટી પર્યાવરણ સંરક્ષણ સંસ્થા (ઇપીએ) દ્વારા મિથેન ગેસના ખોદકામ સમય થનાર લિકેજ અને રિપેર કામ સંબંધી નિયમોમાં ફેરફાર કરવા માટે પ્રસ્તાવ મુક્યો હતો.

ઇપીએ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે નિયમોમાં સુધારા કરીને ઉદ્યોગ ૨૦૧૯થી ૨૦૨૫ વચ્ચેના ગાળામાં ૩.૯ કરોડ રૂપિયાની વાર્ષિક બચત કરી શકાય છે. સાથે સાથે આ સુધારા મારફતે મીથેન ગેસના ઉત્પાદનને પણ વધારી શકાય છે. આ સંબંધમાં ઇપીએ તરફથી એવી દલીલ આપવામાં આવી હતી કે તેલ અને ગેસના કુવાના ખોદકામ કરતી વેળા વધારે પ્રમાણમાં મિથેન ગેસ લિક થાય છે.

જે કુદરતી ગેસના મુખ્ય ઘટક તરીકે છે. મીથેન લિકેજ અમેરિકાની કુલ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પૈકી ૧૦ ટકાની આસપાસ છે. વાયુ મંડળમાં ભળી જવાના શરૂઆતના ૨૦ વર્ષના ગાળામાં આના કારણે કાર્બન ડાયોક્સાઇડ જનિત પ્રવાહની શક્યતા આઠ ગણી વધારે રહે છે.

આ ગરમી દર વર્ષે છ ૪૨ હજાર નવી કારના માર્ગો પર ઉતરવાના કારણે માર્ગ પર ઉતરવાના કારણે થતી ગરમીના બરોબર છે. જે અમેરિકામાં ગ્રીન હાઉસ ગેસના મુખ્ય કારણ તરીકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે હાલમાં વાહનો માટે કઠોર ફ્યુઅલ માપદંડની વાત કરી હતી. નવી વ્યવસ્થા રાજ્યોને સાધનો અને ઉપકરણના સંબંધમાં માપદંડ પોતે તૈયાર કરવા માટે કહ્યું હતું.

ગયા વર્ષે આદિવાસી ક્ષેત્રોની જમીનો પર મિથેન ગેસના ઉત્સર્જન રોકવા માટે ઓબામા વહીવટી તંત્રની યોજનાને મોડેથી લાગુ કરવામાં આવી હતી. પર્યાવરણ અને લોક નિર્માણ સમિતિના થોમસ કાર્પેરે કહ્યુ હતુ કે ટ્રમ્પ વહીવટી તંત્ર કરોડો અમેરિકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને આગળ વધવા માટે તૈયાર છે.

લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને દેશની નબળી અને નીચલા સ્તરની સંચાલનવાળી ગેસ કંપનીઓની વધારે ચિંતા કરી રહ્યા છે. આ પ્રસ્તાવ જનસુનાવણી હાલમાં બાકી છે. જાે કે ટ્રમ્પની જિદના કારણે તેના રોકાવવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. જાણકાર નિષ્ણાંતો અને ઇપીએનું કહેવું છે કે વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯ અને વર્ષ ૨૦૨૫ વચ્ચે મિથેન ગેસ ઉત્સર્જનમાં કુલ ૩૪ લાખ ૪૭ હજાર મેટ્રીક ટનનો વધારો થશે.

આ ઓબામા વહીવટી તંત્રના નિયમોને બદલાના પ્રયાસ તરીકે છે. ઓબામાની પર્યાવરણની નીતિઓને બદલી નાંખવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. ૬.૯ ટકા ગ્રીન હાઉસ ગેસનું વાર્ષિક ઉત્સર્જન કરનાર ભારત વિશ્વના ચોથા દેશ તરીકે છે. તેમાં ઘટાડો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૩૦ ધીમા ગ્રીન હાઉસ ગેસના મામલે ભારત ૩૩.૩૫ ટકા સુધી ઘટાડો કરીને આગળ વધવા માટે ઇચ્છુક છે. આના માટે ટાર્ગેટ પહેલાથી જ નક્કી કરવામાં આવી રહ્ય છે.

વર્ષ ૨૦૨૦ સુધી આને ૨૦.૨૫ ટકા સુધી ઘટાડી દેવાની યોજના ધરાવે છે. દર વર્ષે મોટા પ્રમાણમાં ગરમી વાયુમંડળમાં ભળી રહી છે. જેને રોકવા માટે તરત પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. ભારત સહિતના દુનિયાના દેશો પહેલ કરી રહ્યા છે પરંતુ આ ગતિ હાલમાં ખુબ ધીમી છે. જળવાયુ પરિવર્તનને લઇને દુનિયાના દેશો હેરાન છે.

તેની પ્રતિકુળ અસર હાલના વર્ષોમાં જાેવા મળી રહી છે. જેના કારણે પુર, વધારે વરસાદ ઓછા વરસાદ, કમોસમી વરસાદ જાેવા મળે છે. કોઇપણ સમય એકાએક વરસાદ અને કુદરતી હોનારત આના વધી રહી છે. ભારત અને અમેરિકા સહિતના દેશો આ દિશામાં સતત અભ્યાસ કરી રહ્યા છે. ભારત સહિતના દેશો જળવાયુ પરિવર્તનની આડ અસરને રોકવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. આમાં સફળતા મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. જાે કે આના માટે ગંભીર બનેલા દુનિયાના દેશો હાલના સમયમાં બેઠકોનો દોર યોજી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.