Western Times News

Gujarati News

છ વર્ષથી હિના ખાનને કોઈ જાણી જોઈને પરેશાન કરે છે

મુંબઈ, એકતા કપૂરના સુપરનેચરલ શો નાગિન ૫ને લોન્ચ કરનારી હિના ખાન સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. એક્ટ્રેસ માત્ર પોતાના ગ્લેમરસ ફોટો જ નહીં પરંતુ ઘણીબધી બાબતોમાં પોતાના મંતવ્યો પણ રજૂ કરતી રહે છે. પોતાની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હિના ખાને કર્મ વિશે વાત કરી હતી અને ખુલાસો કર્યો હતો કે, છેલ્લા છ વર્ષથી કોઈ પણ પ્રકારના કારણ વગર કોઈ વ્યક્તિ તેને જાણી જોઈને પરેશાન કરી રહી હતી. એક્ટ્રેસે તેમ પણ કહ્યું કે, તેણે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કોઈ પરિણામ આવ્યુ નહીં. અંતે એક્ટ્રેસે કહ્યું કે, તે ‘કર્મ’ની શક્તિમાં અને ‘જેવું વાવો તેવું લણો’માં માને છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

તેણે સ્ટોરીમાં લખ્યું છે કે, ૬ વર્ષથી જેણે મને કોઈ પણ પ્રકારના કારણ વગર જાણી જોઈને પરેશાન કરી હતી. મને નવાઈ લાગતી હતી અને ક્યારેક હું ભાંગી પડતી હતી. ઘણીવાર વાતચીતથી પરિસ્થિતિ ઉકેલવાનો પ્રયાસ કર્યો પરંતુ કંઈ થયું નહીં.

ખૂબ જ દુઃખ થતું હતું. તેણે ઉમેર્યું કે, કંઈ નહીં, હું કર્મમાં માનુ છું. કોઈ પણ કારણ વગર લોકોને હેરાન કરવા તે વાત ખોટી છે. જેવું તમે કરો છો તેવું તમને પરત મળે છે. તેથી તમે જેવું વાવો છો તેવું જ તમને પરત મળે છે. હિના ખાન હાલ વેબ સીરિઝ અને ફિલ્મો કરી રહી છે. એકતા કપૂરની ખાસ વિનંતી બાદ જ તે નાગિન-૫થી ટીવી પર પાછી ફરી છે. નહીં તો એક્ટ્રેસે સ્મોલ સ્ક્રીન પરથી બ્રેક જ લઈ લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.