છ સંતાનોની માતા ૧૪ વર્ષીય પ્રેમી સાથે ફરાર

દાહોદ, કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં આંધળો વ્યક્તિ સાચુ-ખોટું સારૂ ખરાબ દરેક વસ્તુ ભુલી જાય છે. આવાજ પ્રેમનો એક અજીબ મામલો દાહોદના ફતેપુરા તાલુકામાં સામે આવ્યો છે. આ કેસમાં ૬ સંતાનોની માતાને ૧૪ વર્ષીય પ્રેમસંબંધ બંધાયો હતો.
તમે પણ આ પ્રેમ કહાની સાંભળીને આશ્ચર્ય ચકીત થઈ રહ્યા છે. દાહોદના ફતેપુરાના બે અલગ ગામના પ્રેમી-પ્રેમીકા વિચિત્ર પ્રેમ પ્રકરણે વિસ્તારમાં ચર્ચાએ જાેર પકડ્યું છે. આ પ્રેમપ્રકરણે પરિવાર, સમાજ અને સ્થાનિક લોકોને વિચારતા કરી મૂક્યા છે.
જ્યારે સગીર કિશોરના પિતાએ મહિલા પાસેથી સગીરનો કબજાે લઇ પોતાના પુત્રને પરત સોંપવામાં આવે તે બાબતે પોલીસમાં લેખિત જાણ કરી હોવાનું જાણવા મળે છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લાના ફતેપુરાના એક નાનકડા ગામડાની આશરે ૪૦ વર્ષીય એક મહિલા કે જેને પોતાના પરિવારમાં ૬-૬ બાળકો છે, તે પોતાના ગામથી ૧૩ કિલોમીટર દૂર આવેલા એક ગામડામાં રહેતા ૧૪ વર્ષીય સગીર વયના કિશોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. કિશોર ચાલું વર્ષે ધોરણ.૮માં અભ્યાસ કરે છે.
બાળ કિશોર પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતાના માતા પિતા સાથે ગાંધીનગર બાજુએ મજૂરી કામ કરતો હતો, જ્યાં સાઈટ પર આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બીજી બાજુ મહિલા સગીરવયના કિશોરના સંપર્કમાં આવ્યા બાદ તેના પર મોહી ગઈ હતી.
તેણે પોતાના પતિ (કિશોર) તરીકે મનોમન સ્વીકારવાના ઈરાદાથી છેલ્લા ૧૫ દિવસથી સુખપર ગામમાંથી સમજાવી પટાવીને લઈને ભાગી ગઈ હતી. સગીર પુત્ર સુખસરથી મોડા સુધી પાછો નહીં ફરતા પરિવાર ચિંતિત બન્યો હતો અને તેની શોધખોળ આદરી હતી. પરિવારને કિશોરની શોધખોળ કરતા દસથી બાર દિવસ નીકળી ગયા હતા.
ત્યારબાદ બાળકિશોર સાથે પ્રેમાંધ બનેલી છ સંતાનોની માતા ગાંધીનગર બાજુ મજૂરીકામ કરતા હોવાની પરિવારને જાણ થઈ હતી. જેથી સગીર પુત્રના પરિવારજનો તાબડતોડ પહોંચીને બંનેને સમજાવી–પટાવી આ સંબંધ સામાજિક અને કાયદાકીય રીતે યોગ્ય ન હોવાનું જણાવી પરત ઘરે લાવવામાં આવ્યા હતા.
આ કિસ્સામાં બાળકિશોર તથા મહિલાને બસ મારફતે સંતરામપુર બસ સ્ટેશનમાં ઉતારવામાં આવ્યા. જ્યાં મહિલાએ બાળ કિશોરના માતા–પિતાને જણાવ્યું કે તમો મને મૂકવા આવશો તો મારા પિયર વાળા તમારા પાસેથી દંડ વસુલ કરશે.SSS