છ હસીનાને ઓફર થયો હતો અનુપમાનો રોલ
મોના સિંહ, ગૌરી પ્રધાન, સાક્ષી તંવર, શ્વેતા તિવારી, જૂહી પરમાર એમ ૫ અભિનેત્રીઓએ રોલ માટે ના પાડી હતી
મુંબઈ: હાલમાં ટીઆરપી રેટમાં અનુપમા ટોપ પાંચમાં જ સ્થાન ધરાવે છે. આ શોની લિડ એક્ટ્રેસ રુપાલી ગાંગુલી તો અવાર નવાર દર્શકોનું દિલ લુંટી રહી છે. પણ ઘણાં ઓછા લોકો જાણે છે કે રુપાલી પહેલાં આ રોલ અન્ય છ હસીનાઓને ઓફર થયો હતો. ચાલો ત્યારે નજર કરીએ તેમાં કઇ કઇ હિરોઇનો શામેલ છે.
રુપાલી ગાંગુલી હાલમાં અનુપમાનાં પાત્રમાં રુપાલી એ હદે ઢળી ગઇ છે કે, તેનાં સીવાય અન્ય કોઇ આ પાત્રમાં જામે જ નહીં. તો આ પાત્ર માટે એક દિવસનાં એપિસોડનાં સાહિઠ હજાર રૂપિયા રુપાલી ચાર્જ કરે છે. આ માટે વન્સ ઇન અ લાઇફટાઇમ ઓપરચ્યૂનિટીવાળી સ્થિતિ હતી. મોના સિંહ પ્રોડ્યુસર રાજન શાહીએ અનુપમાએ લીડ રોલનો ઓફર સૌથી પહેલાં મોના સિંહને આપ્યો હતો.
એક્ટ્રેસે આ રોલને કેમ ના પાડી તેનો ખુલાસો નથી થયો. ગૌરી પ્રધાન પોતાનાં બેબાક અંદાજ માટે સૌનો દિલ જીતનારી ગૌરી પ્રધાનને આ રોલ ઓફર થયો હતો. ગૌરીએ અનુપમાએ સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. પણ બાદમાં મેકર્સને લાગ્યું કે, આ રોલમાં સારી રીતે ફિટ નહીં બેસે. સાક્ષી તંવર અનુપમાનો લિડ રોલ કહાની ઘર ઘર કી’ની સાક્ષી તંવરને મળ્યો હતો
પણ વેબ અને ફિલ્મ પ્રોજેક્ટ્સને કારણે ઓફર મળી હતી પણ ના પાડી હતી. શ્વેતા તિવારી કસોટી જિંદગી કી ફેઇમ શ્વેતા તિવારી તેનાં જુના કમિટમેન્ટ્સને કારણે આ શો ઠુકરાવ્યો હતો. જલ્દી જ એક્ટ્રેસ રિયાલિટી સો ‘ખતરો કે ખેલાડી ૧૧માં નજર આવે છે. જૂહી પરમારને એક સાથે બે સીરિયલ ઓફર થઇ હતી. જૂહીએ અનુપમાનો રોલ ફગાવી અને ઝીટીવીનાં શો હમારી વાલી ગુડ ન્યૂઝમાં નજર આવે છે.