Western Times News

Gujarati News

જંગલમાં સંતાડી રાખવામા આવેલો વિદેશી દારૂનો જથ્થો જીલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો

હાલોલ, ગોધરા એલ.સી.બી પોલીસે બાતમીના આધારે હાલોલના તાલુકાના ટપલાવવ ગામના જંગલ માં સંતાડી રાખેલ રૂ.૮,૯૫,૯૨૦/- નો  ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલિસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એલ.સી.બી પોલીસ ની ટીમ ને પાકી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવે ટપલાવાવ ગામે રહેતો દિનેશભાઈ  તેમજ ઘોઘંબા તાલુકાના રણજીતનગર  રહેતો રાજુભાઈ  નાઓ ભેગા મળી ટપલાવાવના જંગલમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો મંગાવી, સંતાડી રાખી, દારૂનો વેપલો કરે છે.

આ અંગેની બાતમી મળતા આજે વિદેશી દારૂના જથ્થાની સગેવગે થવા ની માહિતી મળતા ગોધરા એલસીબી પોલીસની ટીમે જંગલમાં બાતમી વાળી જગ્યા પર છાપો મારતા વિદેશી દારૂના જુદી જુદી બ્રાન્ડની ૩૨૪ પેટી કુલ બોટલ નંગ ૩૮૮૮ રૂ.૮,૯૫,૯૨૦/- રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. રેડ દરમિયાન અલ્કેશકુમાર રમેશભાઈ રાઠવા, રહે.

રણજીતનગર બાઢવા ફળિયું.તા.હાલોલ ના ઓને ઝડપી પાડી દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા રહે. ટપલા વાવ,રાજુભાઈ વિપીનભાઈ રાઠવા રહે.રણજીત નગર બાઢવા ફળિયું તેમજ જગદીશભાઈ ઉર્ફે જગલો કલ્યાણસિંહ બારીયા. રહે, ટપલાવાવના ઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન  છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.