જંગલી જીવો તેમના સંરક્ષણ સંવર્ધન વિષે માહિતી મેળવવી છે, તો આ સ્થળની મુલાકાત લો
ગુજરાત સાયન્સ સિટી ખાતે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીક ની ઉજવણી
અમદાવાદ :વિવિધ શોધો, વૈજ્ઞાનિક અભિગમ, અને ટેક્નોલોજીની હરણફાળ સાથે માનવી નું જીવન બદલાઈ ગયું છે. માનવજીવન ધોરણમાં થયેલ સુધારા અને બદલાવ માટે આપણે કુદરત અને તેની રચનાઓના પણ એટલા જ આભારી છીએ .
ટેકનિકલ એડ્વાન્સમેંટ સાથે સરળ જીવન શૈલી નો આનંદ માણીએ છીયે ત્યારે પૃથ્વી પર ના અન્ય જીવો પ્રત્યે ની જવાબદારી અને અને સંવેદનશીલતા પણ જરૂરી છે.
પૃથ્વી પર સહુ જીવોનો સમાન અધિકાર છે અને વાઇલ્ડ લાઈફ આપણા જીવસૃષ્ટિનો અભિન્ન અંગ છે,કુદરતની ભેટ છે. વાઇલ્ડ લાઈફ ઇકોસિસ્ટમને જોડતું મહતવનું પાસું છે. વાઇલ્ડ લાઈફના સંવર્ધન અને તેના પ્રત્યે જવાબદારી અને જાગૃતિ લાવવા દર વર્ષે 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર સુધી નેશનલ વાઇલ્ડ લાઈફ વીકની ઉજવણી કરવામાં આવે છે.
જાહેર જાણતા અને ખાસ કરીને ભાવિ પેઢીમાં વાઇલ્ડ લાઈફના સંવર્ધન અને તેમના પ્રત્યે જવાબદારી . ભર્યું વર્તન અંગે જાગૃતિ લાવવા ગુજરાત સાયન્સ સિટી દ્વારા 2 ઓક્ટોબર થી 8 ઓકોટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે
વાઇલ્ડ લાઈફ ઉજવણીના પ્રથમ દિવસે જ ગુજરાત સાયન્સ સિટી ખાતે લોકો અને વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સાયન્સ સિટી ખાતે પ્લેનેટ અર્થનું બાયોડાઇવર્સિટી સેક્શન ગુજરાતની બાયોડાઇવર્સિટી (જૈવવિવિધતા)ની માહિતી આપે છે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા મુલાકાતીઓને આ વિભાગમા ગુજરાતની બાયોડાઇવર્સિટી વિષે માહિતી રસપ્રદ જાણકારી આપવામાં આવી.
સાયન્સ સિટીના નેચર પાર્ક ખાતે વાઇલ્ડ લાઈફ વીકની ઉજવણી અંતર્ગત મુલાકાતીઓને જંગલી જીવો અને તેમના રહેઠાણના સંરક્ષણ અને સંવર્ધન વિષે માહિતી આપવામાં આવી. સાયન્સ સિટી ખાતેનો નેચરપાર્ક વિવિધ પક્ષીઓ, પતંગિયાઓ, છોડ તથા ઘણા નાના જંતુઓનું રહેઠાણ છે.
મેમથ, ગ્રાઉન્ડ સ્લોથ, ટેરર બર્ડ, હેલ પીગ , સાબરટૂથ લાયન ,સ્પોટેડ ડિયર, સ્લોથ બેર, લેપર્ડ , પાયથોન ,સાંબર, હાઈના જેવા પ્રાણીઓના સ્ક્લ્પ્ચર મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને આપ્રાણીઓ વિષે જાણવા માટે પ્રેરે છે.
મુલાકાતીઓ એ IMAX થિયેટર ખાતે માનવી અને પ્રાણીઓ વચ્ચે ના પ્રેમ, સમર્પણ અને અજોડ બંધન દર્શાવતા શો ‘BORNTOBEWILD’ નો પણ આનંદ માણ્યો.