જંગલોની આગ કાબૂમાં લેવા હેલિકોપ્ટર્સની મદદ લેવાશે
નવી દિલ્હી, ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે હવે વાયુસેનાના હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવશે. એક હેલિકોપ્ટર ગૌચરમાં સ્ટેશન કરશે તથા ટિહરી સરોવર અને શ્રીનગર બાંધમાંથી પાણી ભરશે. બીજું હેલિકોપ્ટર હલ્દાનીમાં સ્ટેશન કરશે તથા ભીમતાલ અને નૌકુચિયાતાલ ખાતેથી પાણી ભરશે.
વાયુસેનાના બે એમઆઈ-૧૭ ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં ૩ પાયલોટ અને ૭ ક્રૂ મેમ્બર્સ સાથે લેન્ડ કરશે. નાગરિક ઉડ્ડયન ટીમે તમામ મહત્વપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યની મશીનરીને નિર્દેશ આપ્યો છે. ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની કુલ ૯૯૩ ઘટનાઓ બની છે. આ કારણે ૧,૩૦૪ હેક્ટર વનક્ષેત્ર પ્રભાવિત થયા છે.