જંબુસરના ઉમરા નજીક ST બસે બે મોટર સાયકલોને અડફેટે લેતા એકનું મોત
ભરૂચ : જંબુસર એસટી બસ નો ડ્રાઈવર જંબુસર થી ઉમરા તરફ એસટી બસ લઈને જઈ રહ્યો હતો ત્યારે બસને પુરઝડપે અને ગફળતભરી રીતે હંકારતા સામે થી આવતી મોટર સાયકલ સવાર ને અડફેટે લેતા મોટર સાયકલ પર સવાર મુશાભાઈ વ્હોરા ઉ.વ ૬૩ તેમજ તેમના ભત્રીજા સીરાજ વ્હોરા ઉ.વ ૧૩ રહે,વેડચ તા.જંબુસર નાઓ ને અડફેટે લેતા ઘટના સ્થળે જ મુશાભાઈ વ્હોરા ને ગંભીર ઈજાઓ ના કારણે મોત નીપજ્યું હતું.
જ્યારે બીજા બે અન્ય વ્યક્તિઓ ને વધુ ઈજાઓ થતા પ્રથમ જંબુસર ની રેફરલ હોસ્પીટલ માં લઈ ગયા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા.અકસ્માત ના પગલે લોક ટોળા એકત્રિત થયા હતા.
અકસ્માત સંદર્ભે યાકુબભાઈ મુશાભાઈ ડ્રાઈવરે જંબુસર પોલીસ મથક માં પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે.ફરિયાદ ના આધારે પોલીસે આગળની તપાસ હાથધરી છે. અકસ્માત માં મુશાભાઈ વ્હોરા મૃત્યુ પામ્યા હોવાના સમાચાર તેઓ ના ગામ વેડચમાં થતા પરિવારજનો માં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.