જંબુસરના કારેલી કોઠાવગાના રહેણાંક મકાન માંથી દાગીના અને રોકડ મત્તાની ચોરી કરી તસ્કરો પલાયણ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: કારેલી કોઠાવગાના રહેણાંક મકાન માંથી ૨,૧૪,૦૦૦ મત્તાની ચોરી થતાં વેડચ પોલીસ સ્ટેશને ગુનો દાખલ થતાં પોલીસે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથક વિસ્તારમાં આવેલ કારેલી ગામના કોઠાવગામાં રહેતા સહદેવભાઈ નારસંગભાઈ પરમારના રહેણાંક મકાનમાં તારીખ ૩૦/૭/૨૧ને રાત્રિના દસ વાગ્યાથી તારીખ ૩૧/૭/૨૧ ને સવારના પાંચ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઈસમો ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરમાં મુકેલ તીજોરી માંથી સોનાનાં દાગીના કિંમત રૂ.૧,૮૮,૦૦૦ તથા રોકડ રૂપિયા ૨૬,૦૦૦ મળી કુલ રૂ.૨,૧૪,૦૦૦ મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા.
જે અંગે સહદેવભાઈ પરમાર દ્વારા વેડચ પોલીસને જાણ કરતા તાત્કાલિક વેડચ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.વેડચ પોલીસે અજાણ્યા ચોર ઈસમને ઝડપી પાડવા ડોગ સ્કોડ અને એફએસએલ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લઈ ગુનો ડીટેક્ટ કરવા તજવીજ હાથધરી હતી.