જંબુસરના કુંઢળ અને મહાપુરા ગામે પુર અસરગ્રસ્ત વિસ્તારનાં કુટુંબોને અનાજ કિટનું વિતરણ કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામા છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત સ્વૈચ્છીક સંસ્થા એવી આતાપી સેવા ફાઉન્ડેશન ગજેરા દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારનાં કુટુંબોને સહાય આપવાના હેતું થી અનાજ કિટ વિતરણ નું ગતરોજ જંબુસર તાલુકા ના કુંઢળ અને મહાપુરા ગામે પ્રાથમિક શાળાનાં પટાગણમા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં આતાપી સંસ્થાનો પરિચય કરાવ્યો અને સંસ્થાના કાર્યો વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ,તલાટી અનેઅન્ય ગ્રામજનો હાજર રહયા હતા.તેમજ ઉજાસ મહિલા બચત ધિરાણ ગ્રાહક સહકારી મંડળીના બહેનો,શ્રી વિવેકાનંદ ખેત ઉત્પાદકોની વિવિધલક્ષી અને રૂપાંતર કરનારી સહકારી મંડળીના પ્રતિનિધિ ભાઈ અને બહેનો,વિકલાંગ પરિવર્તન સંગઠનના કમિટી સભ્યો અને આતાપી સંસ્થાનો સ્ટાફ ઠાજર રહ્યા હતા.
આતાપી સંસ્થા દ્વારા ૧૫૦ જેટલા જરૂરિયાતમંદ કુટુંબોને અનાજકીટ રૂપે પ કિલો ચોખા,મગદાળ, ખાંડ,તેલ અને મીઠુ જેવી વસ્તુઓ સહિત ચા, મરચુ, હળદર, નહાવાના અને કપડા ધોવાના સાબુની ક્ટિનું વિતરણ કરવામાં આવ્યું હતું.*