જંબુસરના જંત્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે વાલી મિટિંગ અને પત્રકારોનું સન્માન સમારંભ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/07-5-1024x674.jpg)
ભરૂચ: જંબુસર તાલુકાના જંત્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય દ્વારા વાલી મીટીંગ ઇનામ વિતરણ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા પત્રકાર સન્માન સમારંભ યોજાયો હતો.
જંત્રાણ વિદ્યાલય ખાતે કે જી થી ધોરણ ૧૦ સુધીના આશરે ૩૫૦ વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરે છે.વર્ષ દરમ્યાન બાળકોને શૈક્ષણિક સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અવારનવાર કરવામાં આવે છે.જેનાથી બાળકોનો માનસિક વિકાસ થાય આ પ્રવૃત્તિઓની ઝાંખી વિવિધ સ્પર્ધાના વિજેતા તથા પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક લાવનાર વિદ્યાર્થીઅો ને સન્માનવાનો અને ધોરણ ૧૦ ના વિદ્યાર્થી શાળામાંથી વિદાય લઈ રહ્યા છે.
તેમને શુભેચ્છા પાઠવવા સ્નેહ મિલન સમારોહ સહિત સવિશેષ પત્રકારોનું સન્માન સમારંભ ડાયરેક્ટર મહેશભાઈ પટેલના માર્ગદર્શન અને ટ્રસ્ટી ગૌતમ સિંહ યાદવ,હિનલ પટેલ,ના પ્રયત્નોથી વિદ્યાલયના પટાંગણમાં અતિથિ વિશેષ ઈલ્યાસભાઈ સરપંચ દેવલા ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુસ્તક અને ધૂપસડી, શાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું. ગુજરાત સરકારના શિક્ષણ જગતમાં મોટા ફેરફારો અને નિયમોની જાણકારી વાલી મિત્રો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો.
વર્ષ ૨૦૨૦ થી શૈક્ષણિકસત્ર ૨૦ એપ્રિલ થી શરૂ થશે તથા ઓનલાઇન હાજરી પુરવામાં આવશે અને ૮૦ ટકા હાજરી નહીં હોય તો ધોરણ દસ કે બારની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં નહીં આવે ધોરણ ૩ થી ૧૨ માં જે પેપર છે.તે બંને પરીક્ષાના પેપર ડીઓ કચેરી દ્વારા મળશે અને ઉત્તરવહી અન્ય સ્કૂલ શિક્ષકો દ્વારા તપાસવામાં આવશે
આજનું કલ્ચર ખૂબ જ વિકૃત થઈ રહ્યું છે.તેને બચાવવા દરેક વાલીએ ધ્યાન આપવું પડશે શિક્ષણમાં બદલાવ આવી રહ્યો છે.તો દરેકે જવાબદારી નિભાવવી પડશે અકસ્માત તથા કેન્સરથી વધુ લોકો મરે છે માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને વ્યસનો બીડી તમાકુનો ત્યાગ કરવો જોઇએ આ સાથે સ્વચ્છતા પણ રાખવી જોઈએ તેમ જણાવ્યું હતું.