જંબુસરના ટૂંડજ ગામના સરપંચ વિરુદ્ધ ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારની અરજી કરવામાં આવી
ભ્રષ્ટાચાર સાબીત થાયતો તાત્કાલિક પદ પરથી રાજીનામું આપવા સરપંચ પુત્રનું આહવાન.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગ્રામજનો દ્વારા સરપંચ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર બાબતની અરજી કરવામાં આવેલ હતી જે અનુસંધાને ભ્રષ્ટાચાર સાબીત થાય તો તાત્કાલિક પદ પરથી રાજીનામું આપવા સરપંચ પુત્ર દ્વારા જણાવાયુ હતું.
જંબુસર તાલુકાના ટુંડજના સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલા સહિત ગ્રામજનોની સહીથી જીલ્લા આયોજન અધિકારી ભરૂચને લેખિત આપવામાં આવ્યું હતું તેમાં જણાવ્યુ હતુ કે જીલ્લાકક્ષાની ગ્રાન્ટ સને ૨૦૨૦/૨૧ મંજુર કરેલ કામો અન્ય યોજનામાં મંજુર થયેલા હોય કામ પણ થઈ ગયેલા હોય જેથી ભ્રષ્ટાચાર થવાની પૂરી શક્યતા છે.જેમાં (૧) રાઠોડવાસમાં આરસીસી રોડનું કામ ત્રણ લાખ (૨) ભાથુજી ફળિયામાં આરસીસી રોડનું કામ ત્રણ લાખ
(૩) ગામમાં સ્ટ્રીટ લાઈટ એલઈડી લાઈટનું કામ ત્રણ લાખ (૪) જેન્તીભાઈ વાળંદના ઘરથી રમણભાઈ રાવળના ઘર સુધી બ્લોકનું કામ ત્રણ લાખ (૫) પટેલ ખડકીમાં બ્લોક પેવીંગનું કામ ત્રણ લાખ કુલ રૂપિયા પંદર લાખઆ સદર કામો અન્યાય યોજના ઓ તથા દાતાઓના દાનથી કામો પૂર્ણ થઈ ગયેલા છે અને આ કામોના રૂપિયા સરકારની ગ્રાન્ટ માંથી ઉપાડવાની હિલચાલ ચાલુ છે અને સદર કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ શકે તેવી વકી છે.
જેથી આ કામની મંજુરી સ્થળ સ્થિતીની તપાસણી કરવા તથા મંજુરી નહી આપવા અને આ મંજુર થઈ ગયેલી ગ્રાન્ટો તાત્કાલિક ધોરણે અટકાવવા જણાવાયુ હતું.આ સહિત આ કામો થઈ ગયાં હોવાથી હાલમાં તે જગ્યાએ કામોની હાલમાં કોઈ જરૂર નથી તેના બદલામાં અન્ય સ્થળે કામ બાકી છે તે કામો પૂર્ણ થાય આખા ગામમાં સ્ટ્રીટ લાઈટનું કામ પુર્ણ થઈ ગયેલ છે છતાં ચાલુ વર્ષમાં સ્ટ્રીટલાઈનની ગ્રાન્ટ માટે મંજુરી માગવામાં આવેલી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતા.
તમામ આક્ષેપો બાબતે રાઠોડવાસમાં કાદવ કિચ્ચડ હતું તેથી એડવાન્સ રોડ બનાવ્યો ભાથુજી ફળિયામાં આરસીસી રોડ તારીખ ૧૬/૧૧/૨૦ ના રોજ બનાવ્યો અને રોડ બનાવતા પહેલા જીપીએસ મેપ વાળા ફોટા આયોજન અધિકારીને મોકલ્યા હતારમણભાઈ રાવળના ઘરથી ઘર સુધી બ્લોક પેવીંગ ૧૯/૧૧/૨૦ બેસાડયા તે પહેલા જીપીએસ મેપ વાળા ફોટા આયોજન અધિકારીને મોકલ્યા હતા
તથા જીલ્લાકક્ષાની ગ્રાન્ટની યાદી તાલુકા પંચાયતમાં ૬/૧૧/૨૦ ના રોજ આવ્યા પછી ૧૬/૧૧/૨૦ ના રોજ કામ ચાલુ કર્યું હતું.આમ આ તમામ આક્ષેપો ખોટા છે અરજીના અનુસંધાને સરપંચ પુત્ર અને જંબુસર તાલુકા બીજેપી ઉપપ્રમુખ પ્રણવ પટેલ દ્વારા સદર આક્ષેપોને ફગાવી સરપંચ વિરૂધ્ધ આક્ષેપ પાયાવિહોણા બતાવ્યા હતા.જો દસ હજાર રૂપિયાનું કૌભાંડ જાહેર કરી બતાવે તો પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપવા જણાવ્યું હતું.