જંબુસરના સારોદ ગામનો જાતવાન સફેદ અશ્વ વિવિધ કરતબોમાં અવ્વલ
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના સારોદ તળપદ વિસ્તારના એક અગ્રણી વ્યક્તિના ઘરે ઘણા બધા જાતવાન અશ્વોને ઉછેરી તેની ખૂબ માવજત કરી તેને પાળે છે.તેમની પાસે સફેદ અશ્વ અનેક કલા – કરતબમાં હોશિયાર છે તેથી વિવિધ પ્રસંગોમાં આકર્ષણ ઉભુ કરવા લોકોમાં ભારે માંગ રહી છે.
સારોદ તળપદ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ ઉર્ફે ઈશાલ સરપંચ પાસે કાઠીસિંધી જાતિના ઘણા બધા સફેદ અશ્વો છે.ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ જાતવાન અશ્વોનો વિવિધ કલા કરતબોમાં ડંકો વાગી રહ્યો છે.આ સફેદ અશ્વને રોજનો ચારસોથી પાંચસો રૂપિયાનો ખોરાક જાેઈએ છે.
તેમાં ચારથી પાંચ કિલો ચણા ઉપરાંત અન્ય અનાજ જેવા કે જુવાર,ચોખા,ઘઉં અને કઠોળ પણ વારાફરતી ખવડાવે છે.તેમજ દેશી ઈંડા પણ પીવડાવે છે.લીલો રજકો તે સારા પ્રમાણમાં ખાય છે.લીલું અને સૂકું બેઉ પ્રકારનું સુંઢિયુ પણ તે ખાય છે આ સફેદ જાતવાન અશ્વ નાના છોકરાઓ થી ભડકતો નથી
છોકરાઓ આસાનીથી તેની તળેથી પસાર થઈ જાય તો પણ તે આ છોકરાઓને ઈજા કરતો નથી તેના માલિકે તેને પલોટીને વિવિધ કરતબો અને કળામાં પારંગત કરી દીધો છે તે રવાલ ચાલ સાથે દોડે ત્યારે સવારના પેટનું પાણી હાલતું નથી.ડી.જે સાઉન્ડ કે પરગેમ કે બેન્ડ વાજા વાગે એટલે તેના તાલ પ્રમાણે વિવિધ પ્રકારના નૃત્ય કરી બતાવે છે અને પ્રેક્ષકોમાં જાેવાનો આનંદ આવી જાય છે
વળી તેમના માલિકની સૂચના મળે એટલે નમસ્કાર કરે આગલા બેઉ પગે અધ્ધર રહી નમસ્કાર ની મુદ્રા સર્જે ત્યારે પ્રેક્ષકો વાહ વાહ કરી ઊઠે છે અને આ અશ્વ બે પગે ઉભા થઈ જાય છે તે કાઠી ભરેલા ખાટલા માં ચડીને નૃત્ય કરે છે.આ જાતવાન અશ્વો ને તેને રવાલ ચાલ શીખવવા માટે કે નૃત્યમાં ડાન્સ શીખવવા માટે સ્પેશિયલ તેનો માણસ રાખવો પડે છે.
લગ્નનો પ્રસંગ હોય કે બાબરી નો પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય હોય ત્યારે સારોદ તળપદ ગામના જાતવાન સફેદ અશ્વ ની ખુબ માંગ રહે છે અને તેના કરતબો જાેવા લોકોની ભીડ ઉમટે છે.જંબુસર તાલુકાનાં સારોદ તલપદ વિભાગમાં સફેદ અશ્વ વિવિધ કરતબોમાં અવ્વલ છે.
ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ડી.જે સાઉન્ડ કે બેન્ડવાજા વાગે એટલે તેના તાલ પ્રમાણે વિવિધ પ્રકારના નૃત્યો કરે છે અને તે જાેવા લોકોની ભીડ ઉમટી પડે છે.