Western Times News

Gujarati News

જંબુસરની જે એમ શાહ સાયન્સ કોલેજ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કલેક્ટરના હસ્તે ઉજવણી

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને,ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી.તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને  જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.જિલ્લા કલેકટરે આ પર્વે પોતાની પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આઝાદીના જંગમાં ભારતની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી.

તેમણે પ્રધાનમંત્રીના અનુરોધને ઉમળકાથી વધાવી લઈને હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘેર ઘેર તિરંગો લહેરાવનારા સૌને અભિનંદન આપ્યા હતા.પ્રધાનમંત્રી ભારતીયોની ક્ષમતા અને કૌશલ્યોના સંવર્ધન માટે સંકલ્પબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાત રાષ્ટ્ર વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું કે,આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત એ રાજ્ય સરકારનો સંકલ્પ છે.ગુજરાત સરકારનું લક્ષ્ય છેવાડાના માનવીનું કલ્યાણ છે.

દેશમાં સૌથી વધુ મૂડીરોકાણ ગુજરાતમાં થઈ રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે આરોગ્ય,મહિલા અને બાળ કલ્યાણ,અનુસૂચિત જાતિ કલ્યાણ, કૌશલ્ય અને રોજગારી,ખેડૂત કલ્યાણ,શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વિકાસ આયોજનો ની વિગતવાર જાણકારી આપી હતી.આ ઉપરાંત તેમણે ભરૂચ જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતીની જાળવણી માટે પોલીસ કર્મયોગીઓને હૃદયથી બિરદાવ્યા હતા.
દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આઝાદીની લડતમાં ભરૂચ અને જંબુસરનું યોગદાન યાદ કરતાં ભાવાંજલી અર્પણ કરતાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે, ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં ભરૂચ જિલ્લાનું આગવું સ્થાન છે.

આવી ભવ્ય ભૂતકાલીન જાહોજલાલીને વરેલા ભરૂચ જિલ્લામાં અનેક શાસકોનાં શાસનો આવ્યા.દેશની સ્વાતંત્રતાની લડતમાં ભરૂચ જિલ્લા સહિત જંબુસરનું પણ અનેરૂં યોગદાન હતું. કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકા૨નાથ ઠાકુ૨, છોટુભાઈ પુરાણી અને છોટે સ૨દા૨ ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહે૨-જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિ૨ત પ્રયાસો તથા એમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પી ભરૂચ જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉપરાંત વધુમાં જિલ્લા કલેકટરે ભરૂચ જિલ્લાનો દેશના વિકાસ કાર્યોમાં યોગદાન બાબતે જણાવતાં કહ્યું કે, જિલ્લાની ૪૫ હેકટર જમીનમાં કુલ ૧૧ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે.તેમાં કુલ ૧૭,૦૧૪ ઔદ્યોગીક એકમો આવેલ છે.જેમાં ઔધોગિક એકમો ધ્વારા ગત વર્ષે રૂા.૭૨,૦૦૦ કરોડ નિકાસ કરવામાં આવી, જે દેશની કુલ નિકાસના ૨% ટકા છે.તેમજ ગુજરાત રાજયમાં ભરૂચ જિલ્લો નિકાસની બાબતમાં બીજા નંબરે છે.આ ઉપરાંત જિલ્લામાં “કૃષિ ઉત્કર્ષ” પહેલ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે જિલ્લાના ૧૦ હજાર ખેડુતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

કેન્દ્ર કે રાજ્ય સરકારની અમલમાં મુકવામાં આવતી યોજનાઓને વહીવટીતંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ગંગા સ્વરૂપા યોજના,રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના,નિરાધાર વૃધ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં દેશમાં સૌ પ્રથમ વખત ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લેવામાં ભરૂચ જિલ્લામાં સામાજિક સુરક્ષાની ચાર યોજનાના સો ટકા લાભાર્થીઓને આવરી લેવાની દેશમાં પહેલરૂપ સિધ્ધિને હાલમાં, કોરોના મહામારી (કોવીડ-૧૯) મહામારી અંતર્ગત ભરૂચ જિલ્લામાં રોગ અટકાયતી પગલાગલાના ભાગરૂપે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.ભરૂચ જિલ્લાએ તમામ ક્ષેત્રે પ્રગતિની હ૨ણફાળ ભરી છે.

જિલ્લાના વિકાસના મીઠાં ફળ સામાન્ય જન સમુદાય સુધી ૫હોંચ્યા જ છે.૨૧ મી સદીમાં આદિવાસી સમાજની દિકરી આદિવાસી વિસ્તારમાં જ ભણીને દેશનાં સર્વોચ્ય નાગરિક બનવાના સપના સાકાર કરી શકે છે.તેમ રાષ્ટ્રના સ્વોચ્ય હોદા પર બિરાજમાન દ્રોપદી મૂર્મુના પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા દેશની દિકરીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.આ પ્રસંગે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવ્યુ હતું.રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી.

આ અવસરે શાળાના બાળકો નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવ્યુ હતું.આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષાર કલેક્ટર ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટરશ્રીને અર્પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ પટાંગણમાં મહાનુભાવોના વૃક્ષારોપણ  હસ્તે કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય મહાપર્વના અવસરે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રામી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલ,નિવાસી અધિક કલેકટર જે ડી પટેલ તથા,જિલ્લા – તાલુકાના આગેવાન પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.