Western Times News

Gujarati News

જંબુસરની ઝેન સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય

(વિરલ રાણા ભરૂચ,) જંબુસર તાલુકાના અણખી સ્થિત આવેલ ઝેન સ્કૂલ દ્વારા લોક ડાઉનમાં બાળકોનું શિક્ષણ ડાઉન ન થાય તે હેતુથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ.વિશ્વ કોરોના વાયરસની મહામારી ને લઈ દેશભરમાં લોકડાઉન નો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.લોકડાઉન ૨૭ દિવસ થયા છે કારોના સામેના જંગમાં દેશના હિતમાં ઘરમાં રહો સુરક્ષિત રહો ના સૂત્ર મુજબ સ્વચ્છ નિર્મળ હ્રદય ધરાવતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રના સાચા પ્રહરી છે.

માતા પિતાના સાંનિધ્યમાં એમનું ઘડતર તો થઈ રહ્યું છે.ત્યારે માં માતા રાની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઝેન સ્કૂલના ડિરેક્ટર ડોક્ટર અનુભા નેગીના માર્ગદર્શન અને આચાર્ય નિલમ પંડીતની રાહબરી હેઠળ બાળકોનું ભવિષ્ય ન બગડે અને શિક્ષણમાં કચાસ ન રહે તે માટે સ્કૂલના શિક્ષકોએ નિષ્ઠાપૂર્વક ઈન્ટરનેટ દ્વારા વોટ્સએપ મેસેજ કે ફોન કોલના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

સરકારના NCERT કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓના ભણતરને જાગતીક નજરે અસાઈમેન્ટ પ્રોજેક્ટ વર્ક આપી શાળાકીય પુસ્તકોના અભ્યાસક્રમ મુજબ ઓનલાઈન શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે.સમાજ અને રાષ્ટ્રના ઘડતર માટે વાલીમિત્રો શિક્ષકો અને વિદ્યાર્થીઓની ભૂમિકા અતિ મહત્વની છે.સ્કૂલ દ્વારા વર્ક ફોર્મ હોમ સિદ્ધ કર્યું છે.જેને લઈ જૂન માસમાં શરૂ થતાં નવા સત્રમાં પુનઃ પુનરાવર્તન સાથે બાળકો અભ્યાસ કરશે આમ ઓનલાઈન શિક્ષણની સફળતા બદલ વિદ્યાર્થી મિત્રો માતા પિતા દરેક શાળાના પ્રિન્સિપાલ ઈન્ચાર્જ શિક્ષક મિત્રોનો મેનેજમેન્ટે આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.