જંબુસરની નન્હીંકલી પ્રોજેક્ટ હેઠળ ૧૫૦ જેટલી બાળાઓને કીટ વિતરણ કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હીંકલી પ્રોજેક્ટ હેઠળ જંબુસર તાલુકા ની ૧૫૦ જેટલી નાની બાળાઓને કીટ વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હીંકલી પ્રોજેક્ટ ભારત ના ૧૦ રાજ્યો માં કાર્યરત છે.તેમાં ભરૂચ જીલ્લા ના જંબુસર-આમોદ તાલુકા ની ૧૨૭ સ્કૂલો માં મળી આશરે ૫૨૨૭ બાળાઓ નન્હીંકલી પ્રોજેક્ટ જેમાં સરકારી સ્કૂલ માં અભ્યાસ માટે પુસ્તક,નોટબુક સહિત ની સામગ્રી લાવી શકતા નથી.નાની બાળાઓ ધોરણ ૧૦ પાસ કર્યા વગર ન રહે.અશિક્ષિત ન રહે તે માટે બાળાઓ ને શૈક્ષણિક, સામાજીક, શિક્ષણ આપવામાં આવે છે.આજરોજ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે આયશાબેન ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહેમાનો ના હસ્તે કરી નાની બાળાઓ એ પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ ધોરણ ૧ થી ૭ ની નન્હીંકલી ઓ ને નોટબુક, પેન, પેન્સીલ કંપાસ, બુટ, મોજા, ઈનરવેયર, સેનેટરી પેડ નું કીટ વિતરણ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે કરવામાં આવ્યું હતું. કુલ ૩૦૦૦ જેટલી બાળાઓ ને કીટ વિતરણ કરવામાં આવશે.
શિક્ષણ સાથે સંસ્કાર ની જરૂરિયાત છે.બાળકો ની સુશુપ્ત શક્તિઓ ને ઉજાગર કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.બાળકો ની જરૂરિયાતો પ્રત્યે પણ ધ્યાન આપવામાં આવે છે. નન્હીંકલીઓ ના આરોગ્ય, સામાજીક રીતે સતત પ્રયત્નશીલ રહેવા તથા બાળાઓ ને પ્રોત્સાહીત કરવા બાદલ ઉપસ્થિતો એ અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમ નું સફળ સંચાલન સુરેશ સોલંકી દ્વારા કરાયું હતું।આભાર વિધિ સ્મિતા પવાર દ્વારા કરવામાં આવી હતી. *