જંબુસરની શ્રીમતી લલીતા ગૌરી બાલમંદિર ખાતે વાર્ષિક ઈનામ વિતરણ
આજરોજ બાલમંદિર માં અભ્યાસ કરતા બાળકોએ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ અભિનય ગીત, માટીના ગણેશ,વેશભૂષા,કૃષ્ણ જીવન પ્રસંગો,વેસ્ટ માંથી બેસ્ટ સહિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તેઓએ સારું પ્રદર્શન કર્યું હોય એવા નાના ભૂલકાઓ ને પ્રોત્સાહન મળી રહે તે માટે ઈનામ વિતરણ કાર્યક્રમ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જનતા કેળવણી મંડળના પૂર્વ ચેરમેન શિરીષભાઈ શાહ કોલેજના પ્રિન્સિપાલ આઈ એમ ભાના,ભાજપા જંબુસર શહેર મહામંત્રી મનન પટેલ, માનદમંત્રી નવીનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી સ્વાગત પ્રવચન બાલમંદિર આચાર્ય કૃપાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ૧૨૬ જેટલા ભૂલકાઓને ઈનામ વિતરણ કરાયું તથા સ્પર્ધાઓમાં વિજેતા નથી તેવા તમામ બાળકોને આશ્વાસન ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા