જંબુસરમાં કોંગ્રેસી તાલુકા પ્રમુખના ફાર્મહાઉસમાંથી નશીલા પદાર્થ બનાવવાની ફેકટરી ઝડપાઈ
એફેડ્રિન ડ્રગનો રૂ.૯.૪૬ લાખનો જથ્થા સાથે કેમિકલના જાણકાર ૩ લોકોની ધરપકડઃ તાલુકા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર ફરાર
(વિરલ રાણા, ભરૂચ) ભરૂચ SOG ગૃપે જંબુસર તાલુકા માંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડી ૪ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.સિગામમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પોલ્ટ્રી ફાર્મના શેડમાં ટોળકી કેમિકલ મેન્યુફેક્ચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી ૭૩૦ ગ્રામ એફેડ્રિન ઉપરાંત ડ્રગનું લીકવીડ રો મટીરીયલ પણ કબ્જે કર્યું છે.
ભરૂચ GIDCના સબ ઈન્સ્પેકટર નરેશ ટાપરીયા દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદ અનુસાર પોલીસને જંબુસર તાલુકાના સીગામ ગામમાં નશાના કારોબારની માહિતી મળી હતી. વોચ ગોઠવ્યા બાદ શંકાસ્પદ ગતિવિધિઓ જણાતાં એક પોલ્ટ્રી ફાર્મમાં રેડ કરવામાં આવી હતી.
પોલ્ટ્રી ફાર્મના માલિક ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવના ફાર્મ ઉપર પોલીસ પહોંચી ત્યારે કેમિકલ પ્રોસેસની કોઈ પ્રક્રિયા ચાલી રહી હતી.ભવદીપસિંહ ઉપરાંત વેપલામાં ઓમપ્રકાશ સાકરીયા, અમનસિંગ નરેન્દ્રસિંગ અને નિતેષ પાંડે નામના શકશો નશાના કારોબારમાં સક્રિય હતા.
નશાના ગેરકાયદે કારોબારમાં ૪ શખ્સોની ટોળકીએ લેબ અને ફેકટરી ઉભી કરી હતી.જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહનો પુત્ર ભવદીપસિંહ ભવ્યરાજ ફાર્મ અને પોલ્ટ્રી ફાર્મનો માલિક છે જેણે જગ્યા અને પ્રોડક્શન માટે બરફની વ્યવસ્થાઓ સાથે આર્થિક સહાય કરી હતી.
હાલ અંકલેશ્વરના ભડકોદ્રા અને મૂળ રાજસ્થાન પાલીનો ઓમપ્રકાશ સાકરીયા ભવ્યરાજ ફાર્મ હાઉસમાં રૂમ ભાડે રાખી રહેતો હતો.જ્યારે મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ ગડખોલ ગીતા કોમ્પ્લેક્ષમાં રહેતો અમનસિંગ કેમિકલનો જાણકાર હતો.
મુંબઈના નાલાસોપારાનો મૂળ જાેનપુરનો નિતેશ પાંડે ટેક્નિકલ એક્સપર્ટ અને રંગ બનાવવાનો જાણકાર હતો.
આ બંને કેમિકલના જાણકાર છે જેમને આ ડ્રગ્સ તૈયાર કર્યું હતું અને તેને આકર્ષક રંગનો દેખાવ આપ્યો હતો. સ્થળ પરથી એફેડ્રિન ડ્રગ્સનો રૂ.૯.૪૬ લાખનો જથ્થો,જે બનાવવા વપરાતા અલગ અલગ ૭ કેમિકલ્સ, સાધનો,૩ મોબાઈલ અને એક કાર કબ્જે કરી છે.
યુવા પેઢીને બરબાદ કરનાર એફેડ્રિન ડ્રગની ગેરકાયદે કલેન્ડેસ્ટાઈન લેબ ચલાવતા ૩ આરોપી ઓમપ્રકાશ સાકરીયા,અમનસિંગ નરેન્દ્રસિંગ,નિતેષ પાંડેની ધરપકડ કરી કાવી પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપીક સબસ્ટન્સીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.
જ્યારે કોંગ્રેસ તાલુકા પ્રમુખના ફરાર પુત્ર ભવદીપસિંહની શોધખોળ આરંભી છે.જંબુસર માંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડી ૪ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.આ ટોળકી એક સ્થાનિક પોલ્ટ્રી ફાર્મના શેડમાં કેમિકલ મેન્યુફેક્ચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી ૭૩૦ ગ્રામ એફેડ્રિન ઉપરાંત ડ્રગનું લીકવીડ રો મટીરીયલ પણ કબ્જે કર્યું છે.
ભરૂચ સ્પેશીય ઓપરેશન ગ્રુપના સબ ઈન્સ્પેકટર નરેશ ટાપરીયા દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદ અનુસાર પોલીસને જંબુસર તાલુકાના સીગામ ગામમાં નશાના કારોબારની માહિતી મળી હતી. વોચ ગોઠવ્યા બાદ શંકસ્પ્દ ગતિવિધિઓ જણાતાં એક પોલ્ટ્રી ફાર્મમાં રેડ કરવામાં આવી હતી.
પોલ્ટ્રી ફાર્મના મલિક ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવના ફાર્મ ઉપર પોલીસ પહોંચી ત્યારે કેમિકલ પ્રોસેસની કોઈ પ્રક્રિયા ચાલી રહી હતી. ભવદીપસિંહ ઉપરાંત વેપલામાં ઓમપ્રકાશ સાકરીયા, અમનસિંગ નરેન્દ્રસિંગ અને નિતેષ પાંડે નામના શકશો નશાના કારોબારમાં સક્રિય હતા.
કૌભાંડમાં ચાર શખ્સોની ટોળકીએ નશાનો કારોબાર ચલાવતી હતી.ભવદીપસિંહ પોલ્ટ્રી ફાર્મનો મલિક છે જેણે જગ્યા અને પ્રોડક્શન માટે બરફની વ્યવસ્થાઓ કરી હતી. આ ઉપરાંત ઓપ્રકાશ સાકરીયા આખી ટીમને સાથે રાખી જરૂરી ફાયનાન્સ અને અન્ય મદદો પુરી પડતો હતો. બાકીના બે આરોપી અમનસિંગ અને નિતેશ પાંડે ટેક્નિકલ એક્સપર્ટ છે. આ બંને કેમિકલના જાણકાર છે જેમને આ ડ્રગ્સ તૈયાર કર્યું હતું.
કેમિકલ્સ અને ડ્રગ્સના ટેક્નિકલ જાણકાર ૨ આરોપી અને આર્થિક ભંડોળ ભેગું કરનાર ૩ આરોપી અંકલેશ્વર જીઆઈડીસી માંથી જ નશીલું ડ્રગ્સ બનાવવા કેમિકલ્સ ખરીદ્યું હતું. ગેરકાયદે ઉભી કરેલી લેબમાંથી તપાસમાં ડ્રગ્સ બનનાવવા વપરાતા ૐઝ્રન્, ટોલવીન, મોનો મિથાઇલ, ઇથર, સોડા એસ, કોસ્ટિક સોડા, બ્રોમીન સહિતના કેમિકલ્સ મળી આવ્યા હતા.