જંબુસરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર હોસ્પિટલની મંજૂરીની મોહર વાગતા ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી
રેફરલ હોસ્પિટલ માં આવેલ જગ્યાએ સરકાર દ્વારા એક હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યુ.
ભરૂચ: રાજય સરકાર કરોડો રૂપિયા ખર્ચીને રમત ગમતને જીવિત રાખી ખુબ જ પ્રોત્સાહન આપે છે.ત્યારે જંબુસર તાલુકાની જનતાને રમત ગમત માટે અને ખાસ કરીને ક્રિકેટ રમવા એકમાત્ર ગ્રાઉન્ડ એટલે રેફરલ હોસ્પિટલ.જંબુસર શહેર થી માંડી તાલુકાના યુવાનો અહીંયા વર્ષો થી ક્રિકેટ રમતા આવ્યા છે. ક્રિકેટપ્રેમીઓ ના કહેવા મુજબ જ્યાં યુવાનો ક્રિકેટ મેચ રમે છે.તે જ જગ્યાએ સરકાર દ્વારા એક હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યુ છે. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં અન્ય પડતર જમીન છે કે ત્યા પણ વિશાળ હોસ્પિટલ બની શકે છે.પરંતુ ક્રિકેટ પ્રેમીઓને એવું લાગી રહ્યુ છે કે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા એક સાજિસ સ્વરૂપે જે જગ્યા ઉપર યુવાનો ક્રિકેટ મેચ રમે છે ત્યાં જ હોસ્પિટલ બનાવી યુવાનોનું રમત ગમતનું મેદાન છિનવી રહ્યા છે!
ધારાસભ્ય ધારે તો શું ન કરી શકે! કામના થાય તો ધારાસભ્ય સામે નારાજગી.? બે દિવસ પહેલા જ નવી હોસ્પિટલનું ખાતમુર્હત ધારાસભ્ય સંજય સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ યુવાનો દ્વારા વિરોધ કરી ધારાસભ્ય ને રજૂઆત કર્યા બાદ પણ ધારાસભ્ય સંજય સોલંકીએ જે જગ્યા એ પોતાના હાથે ખાતમુર્હત કર્યું હતું.એ જ જગ્યા નહીં પરંતુ બીજી જગ્યાએ હોસ્પિટલ બનાવવા બાબતે ધમપછાડા કરી રહયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.યુવાનોને ધારાસભ્યએ ખાતરી આપી છે અને મહેનત,કોશિશ ચાલુ તેમ કહી રહ્યા છે. ધારાસભ્યને આ કામ કરવું જ પડે એમ છે કારણ વોટ લીધા છે અને હજુ પણ લેવાના છે.કામ ન કરે તો ક્રિકેટપ્રેમીઓ નારાજ થઈ જશે.હવે જોવું એ રહ્યુ કે ધારાસભ્ય સંજય સોલંકી યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે એમ.એલ.એ પાવર બતાવી સાચા અર્થમાં કેટલા ખરા ઉતરે છે કે નહિ.