Western Times News

Gujarati News

જંબુસરમાં ગણેશજીએ દશમ સુધી આતિથ્ય માણ્યું : ૬૮ મૂર્તિઓનું નાગેશ્વર તળાવમાં વિસર્જન કરાયું.

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર નગરનું છ દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવને નગરજનોએ સરકારની ગાઈડલાઈનને અનુસરીને ભક્તિભાવપૂર્વક અશ્રુભીની આંખે  પુડચ્યા વર્ષી લવકરયાના નાદ સાથે નાગેશ્વર તળાવ ખાતે ભાવભીની વિદાય આપી.

કોરોનાને લીધે બે વર્ષ પછી ગણેશ ઉત્સવ ઉજવવાની પરવાનગી મળતાં ગણનાયક ભક્તોમાં આનંદ જોવા મળતો હતો.ગત વર્ષે કોરોના મહામારીને પગલે સાર્વજનિક ગણેશ મહોત્સવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.હાલ કેસોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થતા સરકાર દ્વારા ગણેશ મહોત્સવને સરકારી ગાઈડલાઈન્સ સાથે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ચાર ફૂટની પ્રતિમાઓ ની સ્થાપનાની પરવાનગી આપવામાં આવી હતી.

ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ મહોત્સવની રંગેચંગે વિઘ્નહર્તા દુંદાળા દેવની જંબુસર શહેરના વિવિધ વિસ્તારોમાં સોસાયટીમાં શ્રીજીની વિવિધ સ્વરૂપોની ૬૮ જેટલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ પંડાલોમાં રોજ અલગ અલગ ભજન કિર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા  અને જંબુસર શહેર જાણે ગણેશમય બની ગયું હતું.

ગણેશજી સાત દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવનું આજરોજ  જંબુસર નગર જનો દ્વારા ગણપતિ વિસર્જન યાત્રા દરેક ગણેશ મંડળ દ્વારા પોતપોતાના સ્થળેથી નજીકના રૂટ પરથી પસાર થઈ કાળકા માતાના મંદિર પાસે આવેલ નાગેશ્વર તળાવ ખાતે  ઢોલ નગારા સરકારની ગાઈડલાઈન મુજબ ગણેશ ભક્તોએ ૬૮ મૂર્તિઓનું  પુઢચ્યા વર્ષી લવકરયાના નાદ થી વિસર્જન કર્યું હતું નગરના માર્ગો ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.

ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે  જંબુસર પોલીસ દ્વારા ૧ ડીવાયએસપી,૩ પીઆઈ, ૧૪ પીએસઆઈ,૨૩ એએસઆઈ/ એચ સી,૧૪૫ પીસી , ૫૧ ડબલ્યુ પીસી,૫૬ એસઆરપી,૧૯૦ જીએસજી,૫૦ જીઆરડીના જવાનોના સથવારે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તથા જંબુસર નગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે તરાપા ,તરવૈયા, લાઈટીંગ,પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.હાલ લખાય છે ત્યારે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે શ્રીજીના દર્શન કરવા માટે પોતાની શેરી મહોલ્લા ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.