જંબુસરમાં સહજાનંદ સ્વામી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરાઈ
સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નોમ અને રાત્રિના દસ કલાકે છપૈયા ગામના સીમાડે પક્ષીઓના મીઠા સૂર સંભળાવા લાગ્યા, અપ્સરા ગંધર્વો દેવી દેવતાઓ આવી, શ્રીજીને પારણે પધરાવી, હાલરડું ગાતા કેસરિયા સ્નાન કરાવતા નર નારી હીરા મોતી માળા જરિયાની પોષાક પહેરાવી સુરીલું હાલરડું ગાતા
(પ્રતિનિધિ)ભરૂચ, ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન સ્વામીનારાયણ પ્રાગટ્યદિન સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નોમ અને રાત્રિના દસ કલાક અને દસ મિનિટે ધર્મ અને ભક્તિ માતાના ગ્રુહ મંદિરે ઘનશ્યામ સ્વરૂપે ભગવાનનો જન્મ થયો તે સમયે સરયૂ તટે
અને છપૈયા ગામના સીમાડે પક્ષીઓના મીઠા સૂર સંભળાવા લાગ્યા અપ્સરા ગંધર્વો દેવી દેવતાઓ આવી, શ્રીજીને પારણે પધરાવી હાલરડું ગાતા કેસરિયા સ્નાન કરાવતા નર નારી હીરા મોતી માળા જરિયાની પોષાક પહેરાવી સુરીલું હાલરડું ગાતા તે દ્રશ્ય આજે પણ તાદૃશ્ય થતું હોય તેવી અનુભૂતિ હરિભક્તો દ્વારા માનસિ કરતા જાેવા મળ્યા હતા.
જંબુસર હરિધામ સોખડાના હરિભક્તો દ્વારા કાછીયા પટેલ વાડી ખાતે જન્મજયંતી સભા યોજાઈ હતી.આ પ્રસંગે સત્સંગ મંડળ અગ્રણી કિશોરભાઈ જડીયા,મકનજી પટેલ સહિત મંડળના યુવકો હાજર રહ્યા હતા.
ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ સભા દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મંડળ હરિભક્તો દ્વારા તથા સષ્ટ મૂર્તિ પૂજા કરવામાં આવી હતી અને સભાનો શ્લોક થકી પ્રારંભ કરાયો હતો.ઉપસ્થિતો દ્વારા ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજના લીલા ચરિત્રો સહિત પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજના પ્રસંગો સહીત કથાવાર્તા કરવામાં આવી હતી.
સભા દરમ્યાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મહા આરતી બાદ સૌ હરિભક્તોએ ઘનશ્યામ મહારાજને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી અને આજનો દિવસ કેવો છે.સોના કરતાં મોંગો છે તથા સ્વામિનારાયણ ધૂન પર સૌ હરિભક્તો ઝૂમી ઉઠ્યાં હતા
તથા પ્રાદેશિક સંતવર્ય શ્રીજી વલ્લભ સ્વામીનો જન્મદિન હોય તો સૌ હરિભક્તો દ્વારા કેક કાપી શ્રીજીવલ્લભ સ્વામી ના જન્મદિવસની ઉજવણી કરી તેમની સાથેનાં સંસ્મરણો યાદ કર્યા હતા.જન્મોત્સવ સભા પ્રસંગે અનિલભાઈ ગાંધી,રાજુભાઈ ગાંધી સહિત આત્મિય સત્સંગ મંડળ ભાઈબહેનો હાજર રહી ઉજવણી કરી હતી.