Western Times News

Gujarati News

જંબુસર આંગણવાડી ભરતીમાં ફરી વિવાદ સર્જાયો

મેરિટમાં કનગામ અને ઉબેરની મહિલા પ્રથમ હોવા છતાં લાગવગ ધરાવતા અન્ય નંબર નાને નોકરી આપવા અંગેના આક્ષેપો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર આઈસીડીએસ કચેરીમાં આંગણવાડી કાર્યકરની ઓનલાઈન ભરતીમાં ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે.આંગણવાડી મેરિટમાં કનગામ અને ઉબેરની મહિલા પ્રથમ હોવા છતાં લાગવગ ધરાવતા અન્ય નંબર નાને નોકરી આપવા અંગેના આક્ષેપો થઈ રહ્યા છે

જંબુસર તાલુકા આંગણવાડી ઘટક એક અને ઘટક બે માં કાર્યકરની જગ્યા માટે ૨૪/૭/૨૦નારોજ જાહેરાત આવી હતી અને જાહેરાત અનુસંધાને ઉબેર બે આંગણવાડી માટે મયુરાબેન રતનસિંહ જાધવે તારીખ ૬/૮/૨૦  ના રોજ ઓનલાઈન ફોર્મ ભરી નીતિ નિયમ મુજબ ના દરેક ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા.આ ભરતી પ્રક્રિયામાં મેરિટ લિસ્ટ પ્રમાણે પ્રથમ આવનાર મહિલાને આંગણવાડી કાર્યકર તરીકે નોકરી આપવાની હોય જે અનુસંધાને આંગણવાડી ઉબેર બે માટે મયુરાબેન રતનસિંહ જાદવનો મેરિટ પ્રમાણે પ્રથમ ક્રમાંક હોય

તેમ છતાં ક્રમ નંબર બેના સ્નેહલબેન ધર્મેશભાઈ જાંબુનો નોકરીનો ઓર્ડર આપવાની હિલચાલ થતાં મયુરાબેન રતનસિંહ જાધવના જંબુસર આઈસીડીએસ કચેરી ખાતે સીડીપીઓને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા.હાલ બપોરે બેનો સમય થવા છતાં આઈસીડીએસ કચેરી ખાતે સીડીપીઓ અધિકારી ઓફિસે આવ્યા ન હોતા અરજદાર કાગડોળે રાહ જોતા બેસી રહ્યા હતા અધિકારી ન આવતા મયુરાબેન મીડિયાનો સહારો લીધો હતો.

મયુરાબેન ના જણાવ્યા પ્રમાણે મેરીટમાં પ્રથમ આવનારને નોકરીનો ચાન્સ લાગે છે અને મેરીટમાં પ્રથમ આવેલ જેથી જંબુસરથી ફોન દ્વારા ઓર્ડર લેવા માટે જણાવ્યું હતું.તેનું સંજયને ઓર્ડર લેવા આવ્યા ત્યારે બે ત્રણ કલાક પછી ઓફિસમાં બોલાવેલ ત્યાર પછી જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે.તે બતાવેલ ત્યાર બાદ મેડમ એમ કહે છે કે તમારા મેરિટમાં અમારાથી ભૂલ થયેલ છે અને અમારાથી મેરિટ વધારે આવેલ છે.કોઈ જવાબ આપ્યા વગર ભરૂચ ફોન કરેલ અને પરિસ્થિત જે નિર્ણય આવશે

તે મુજબ રહેશે થોડી વાર બેસો ત્યાર બાદ કોઈ જવાબ આપવામાં આવેલ નહીં અને કોઈ પણ જાણ કર્યા વગર મેરેજમાં બીજા ક્રમે આવેલ સ્નેહલબેન જાંબુની નોકરી આપવાનું નક્કી કર્યું હતું.છતાં સ્નેહલબેન જાંબુ આંગણવાડી વિસ્તારના પણ નથી તેમ છતાંય તેમને નોકરી આપવાનું નક્કી કર્યું છે.

આ સહિત કનગામ આંગણવાડીનો પણ સરખો જ પ્રશ્ન છે જેમાં કનગામના ઉષાબેન ભરતસિંહ પરમારનું નામ મેરિટમાં પ્રથમ ક્રમે હોય તેમ છતાંય વિલાસબેન હરદેવભાઈ  સોલંકી બીજા ક્રમે આવેલ તેમને નોકરીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.આમ જંબુસરમાં ઘટક એક તથા ઘટક બે માં કાર્યકરની ઓનલાઈન ભરતીમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિ કરી તેમના લાગતા વળગતાઓને રાજકીય વગ ધરાવનારા બહેનોને નોકરીનો ઓર્ડર આપવામાં આવી રહી હોય તેમ ચર્ચાએ જોર પકડ્યું છે.મેરિટ લિસ્ટમાં ભૂલ થાય તો એકની થાય પણ આ તો અનેક ગામડાની આંગણવાડીમાં જ્યારે રેતી થઈ છે.વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને પ્રથમ ક્રમાંકે આવેલ બહેનોને જ નોકરી આપવામાં આવે તેવી લોક બુમ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.