જંબુસર એસ ટી ડેપો માં ગટર સમસ્યા માથાનો દુખાવો બનતા પેસેન્જરો હેરાન પરેશાન
જંબુસર એસટી ડેપો માંથી કોરોના ફેલાય તેવી મુસાફરોમા દહેશત : શહેરના મુખ્ય પ્રશ્નો ગટર,પાણી અને રસ્તાની સુવિધા પુરી પાડવામાં નગર પાલિકા નિષ્ફળ નીવડી :
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર ડેપો વિસ્તાર થી મેઈન બજારમાં જવાના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા ત્યાં થી અવરજવર કરતા રાહદારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મસ્જિદ માં નમાઝ પઢવા જવા માટે પણ નમાજીઓ ને તકલીફ પડી રહી છે.આ વિસ્તારમાં આવેલી દુકાનોના માલિકો નો દુર્ગંધના કારણે હાલ બેહાલ છે.
વર્ષોથી આ સમસ્યા પાલિકાના સભ્યો દ્વારા ઉકેલવામાં આવતી નથી અને ઘણાં કામોમાં તો જેતે કામ અંગે નાણાં ઉપાડી લીધા હોવા છતાં કામ થયેલ નથી જે અંગે વિપક્ષ દ્વારા અનેક રજૂઆતો થઈ પરંતુ કોઈ પરિણામ આવતું નથી આમ પાડાને વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ જંબુસરની જનતા ની થઈ ગઈ છે.આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.